મોટી સંખ્યામાં કૃષ્ણ પ્રેમીઓએ ભાગ લીધો
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી નીમીતે આયોજીત શોભાયાત્રાની પૂર્વ તૈયારી રુપે હેમુગઢવી હોલ ખાતે કૃષ્ણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૃષ્ણ પ્રેમીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જન્માષ્ટમી નીમીતે યોજાતી શોભાયાત્રામાં જોડાવા માટે નીતેશભાઇએ ભાવિકોને અનુરોધ કર્યો છે.
કાર્યક્રમને ખુબ જ પ્રતિસાદ મળ્યો છે: નીતેશભાઇ કથીરીયા
નીતેશભાઇ કથીરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના ઉપક્રમે કૃષ્ણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભાણદેવજી તથા શૈલેશભાઇ સગપરીયાએ કૃષ્ણના જીવનચરિત્ર પર વકતવ્ય આપ્યું હતું. આજનો આ કાર્યક્રમ રાજકોટમાં પ્રથમ વખત યોજાયો. આ કાર્યક્રમને ખુબ જ પ્રતિસાદ મળ્યો છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે આઠમની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજનો આ કાર્યક્રમ તેની તૈયારીના ભાગરુપે છે.
કૃષ્ણ વિશે વાત કરી એ પણ ભકિત: ભાણદેવ
ભાણદેવજીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જન્માષ્ટમીના અગાઉના દિવસોમાં કૃષ્ણ માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો. એમણે કહ્યું હતું કે કૃષ્ણ મારા માતા છે કૃષ્ણ મારા પિતા છે. ક્રિષ્ન મારા બંધુ છે. ક્રિષ્ન મારા સખા છે. ક્રિષ્ન મારા પ્રિયતમ છે. ક્રિષ્ન મારા મહેબુબ છે. ક્રિષ્ન વિશે વાત કરવી એ પણ ભકિત છે આનંદ છે માટે આ કાર્યક્રમનું આમંત્રણ મે સ્વીકાર્યુ હતું.