વિશ્ર્વ હિન્દુ પરિષદના નવનિયુકત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાજકોટની મુલાકાતે
વિશ્ર્વ હિન્દુ પરિષદનાં નવનિયુકત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજે અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર રાજકોટનાં પ્રવાસે આવ્યા હતા. જેમના સન્માનમાં રાજકોટ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામીનારાયણ ગુરૂકુલનાં દેવકૃષ્ણદાસ સ્વામી, યોગીધામ ત્યાગવલ્લભદાસ સ્વામી તથા વિશ્ર્વ હિન્દુ પરીષદનાં કેન્દ્રીય સંયુકત મહામંત્રી ડો.સુરેન્દ્ર જૈન ઉપસ્થિત રહ્યા હતા. આર્ષ વિદ્યાધામનાં પરમાત્માનંદ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય સંયુકત મહામંત્રી ડો.સુરેન્દ્ર જૈન વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે, વિષ્ણુ કોકજેનું નની હાલ છે સૌરાષ્ટ્ર વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે અભિવાદન સમારંભનું આયોજન થયું છે તે વિશ્ર્વ હિન્દુ પરિષદની સંસ્કૃતિનું છે તથા વીએચપીના લાખો કાર્યકરોનું છે. આ અભિવાદન સમારંભ સંત પરંપરાનું પણ છે.
વિશ્ર્વ હિન્દુ પરિષદ લક્ષ્ય પ્રેરિત સંસ્થા છે. વીએચપી સૌરાષ્ટ્રની સંકલ્પ પૂર્તિ માટેની ધરતી છે. વિકાસની એક ફોર્મલા છે અને તે એ છે કે ધર્મની સાથે વિકાસ થાય તો જ સાચો વિકાસ થાય અને સૌરાષ્ટ્ર તેનું ઉદાહરણ છે. લોકો માને છે કે ગુજરાત હિન્દુત્વની પ્રયોગશાળા છે પરંતુ આ પ્રયોગશાળા નથી પરંતુ આ કેન્દ્ર બની ગયું છે. દેશભરમાં હવે ભગવા ક્રાંતી ચાલુ થઈ છે. ભારત દેશ ભગવા યુગમાં પ્રવેશી રહ્યું છે. ભારત દેશનો પ્રાણ ભગવા છે તથા ભવિષ્ય પણ ભગવો જ રહેશે. રમઝાન માસ શાંતીનું પ્રતિક છે. સાથો સાથ દલિતો અસ્પૃશય નહીં પરંતુ ધર્મવીર છે.
ત્યારે વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષણુ સદાશિવ કોકજેએ જણાવ્યું હતું કે, હિન્દુ સમાજ સંક્રમણ કાળથી ચાલી રહ્યું છે. એવી જ રીતે વિશ્ર્વ હિન્દુ પરિષદ પણ ચાલી રહ્યું છે. સંસ્કૃતિનું રક્ષણ ખુબ જ અનિવાર્ય છે. સ્વાતંત્રતા મળ્યા પછી જ સંસ્કૃતિનું હનન થયું છે. સંતોના માર્ગદર્શનથી જ સંસ્કૃતિનું હનન થતા બચી શકાશે. સામાજીક સમરસતા ગૌમાતાના રક્ષણ અને ધર્મ પરિવર્તનને રોકવું તે વિશ્ર્વ હિન્દુ પરિષદનો હેતુ છે. રામ જન્મ ભૂમિનો મુદ્દો જે છે તેનો શ્રેય વીએચપીના શીરે જાય છે. વકિલોનું કહેવું છે કે રામજન્મ ભૂમિનો નિર્ણય વીએચપી તરફી આવશે. સિઘ્ધાંત અને વ્યવહારમાં ઘણો તફાવત છે.
હિન્દુ સમાજ ભેદભાવ કરે છે તે ખુબ જ ખોટુ છે. ઉચ્ચ નીચના ભાવ શું કામ આવે છે આપણે પણ વંચિત સમાજને ધ્યાન દોરવું પડશે અને તેઓને વિકાસનાં રસ્તે અગ્રેસર કરવું પડશે. વાતાવરણ બદલી રહ્યું છે ૫૦ વર્ષમાં એવું વાતાવરણ બન્યું છે. જેથી કોષવામાં લોકો મંદિર-મંદિર જઈ માથુ ઝુકાવે છે. બજરંગ દળના આદર્શ હનુમાનજી છે. દર વર્ષની ઉંમરથી હું આરએસએસનો કાર્યકર છું. ગૌ હત્યા વિરુઘ્ધમાં જે અભિયાન ચલાવ્યું છે તે ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે. સમાજની વચ્ચે રહીને કામ કરીશ, તેના માટે ભગવાનને પુજુ છું, હું પૂર્ણરૂપથી ન્યાય કરીશ તે આશ્ર્વાસન આપું છું, હું આપણી વચ્ચે રહી હિન્દુત્વનું રક્ષણ કરીશ.
આર્ષવિદ્યા મંદિરના પરમાત્માનંદજીએ કહ્યું હતું કે, દેશનાં વિભિન્ન પ્રદેશો તે માંનો વિભિન્ન અંગ છે. ભારત માતાની બુદ્ધિ શું છે તે દેશની સંસ્કૃતિ દેશનો વિકાસ છે અને દેશનો પ્રાણ હિન્દુ ધર્મ છે. દેશમાં સુખ, શાંતી ત્યાં સુધી છે જયાં સુધી હિન્દુ ધર્મ સબબ હશે. માત્રને માત્ર સદીઓથી સનાતન હિન્દુ ધર્મ ટકયો છે. દેશમાં ધર્મની સ્થાપના કઈ રીતે થઈ તે માત્ર ધર્મનું રક્ષણ થાય. જયારે સત્યવાન અને પ્રામાણિક માણસનું રક્ષણ થાય. મુખ્ય વાત એ છે કે જયારે આપણો આપણા ધર્મ પ્રત્યે લગાવથી ત્યારે ધર્મનું રક્ષણ થાય ગર્વથી કહો હું હિન્દુ છું. દિલ્હીમાં જે સરકાર છે તેના પાયામાં વિશ્ર્વ હિન્દુ પરીષદ છે. કોકજેજી ઉપર મોટી જવાબદારી છે. ખુબ પરિપકવ નેતા છે, કોકજેજી હવે હિન્દુ સમાજનો વિજય થયો છે. હવે જે સરકાર આવી છે તે સમજણશકિત હોય તેવી આવી છે. દેશની દિશા બળવાન થશે. ખુબ જ સુક્ષ્મ વિચારધારા છે. પરિષદને બળવાન કરવું તે આપનો ધ્યેય હોવો જોઈએ.