ભાગ્યેશ જહાંને હટાવવા લેખકોની ઝુંબેશ બાદ સરકારે લીધો નિર્ણય
ખ્યાતનામ લેખક, પત્રકાર અને વક્તા વિષ્ણુ પંડ્યાને સાહિત્ય અકાદમીનું સુકાન સોંપવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. સરકારે ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન પદેથી ભાગ્યેશ ઝાને હટાવી વિષ્ણુ પંડ્યાને હોદ્ો સોંપ્યો છે. ભાગ્યેશ ઝાની વર્ષ ૨૦૧૫માં સરકારે નિમણુંક કર્યા બાદ તેમના વિ‚ઘ્ધ કેટલાક લેખકો દ્વારા ઝુંબેશ ચાલતી હતી. લેખકો તેમને સાહિત્ય અકાદમીના ચેરમેન પદેથી હટાવવા માંગતા હતા. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે પીઆઇએલ પણ કરવામાં આવી હતી. દરમિયાન ગુજરાત સરકારે આઇએએસ ઓફિસર અને ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી) ભાગ્યેશ ઝાને હટાવી સાહિત્ય અકાદમીના નવા સારથી વિષ્ણુ પંડ્યાને બનાવ્યા છે.