મહિલાઓની જુથ બેઠકો, ગ્રામસભાઓ અને મહિલા સંમેલનો યોજાયા
વારાણસી સંસદીય ક્ષેત્રમાં શ્રમિકો તેમજ મહિલા મંડળો અને સ્વસહાય જુથોમાં કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તેવા રચનાત્મક અભિગમ સાથે વ્યાપક લોકજાગૃતિ અને નરેન્દ્રભાઈ મોદી માટે લોકસમર્થન અર્થે સફળ અભિયાન ડો.ભાવનાબેન જોશીપુરા અને વિવિધ ક્ષેત્રના મહિલા અગ્રણીઓની ટીમે સફળ રીતે પૂર્ણ કરેલ છે. અખિલ હિંદ મહિલા પરિષદનાં ઝોનલ ઓર્ગેનાઈઝર ભાવનાબેન જોશીપુરાએ વારાણસીનાં વિવિધ વિસ્તારો અને આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળ પાયા ઉપર મહિલાઓની જુથ બેઠકો, ગ્રામસભાઓ અને મહિલા સંમેલનો આયોજીત કર્યા હતા.
૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાંથી વારાણસી ખાતે રહી અને સમાજ જીવનનાં વિવિધ ક્ષેત્રની મહિલાઓમાં સંપર્ક પ્રસ્થાપિત કરેલ. આ સંપર્કનાં આધાર ઉપર ભાવનાબેન જોશીપુરાને વારાણસીમાં મહિલા સ્વાવલંબન પ્રવૃતિ શ‚ કરવાનો વિચાર આવ્યો, આ વિચારને મૂર્તિમંત કરવા માટે રાજકોટથી સ્વમાધ્યમણી શીવણ સંચા, એમ્બ્રોઈડરીવર્ક સંચા વગેરે વારાણસી મોકલી પાંચ જેટલા પ્રશિક્ષણ વર્ગોની શ‚આત કરી અને તેનાં માધ્યમથી સેંકડો મહિલાઅલ પ્રશિક્ષિત થઈ અને આર્થિક રીતે પગભર થવા લાગી અને ધીમે ધીમે આ પ્રવૃતિનો વ્યાપ વધાર્યો.
૨૦૧૪ થી ૨૦૧૯ સતત પાંચ વર્ષ વિવિધ પ્રવૃતિઓનાં આયોજન બાદ ૨૦૧૯ની ચુંટણીમાં સવિશેષ રીતે અસંગઠીત શ્રમિક મહિલાઓ, મહિલાખેતમજુરો, ઘરેલુ મહિલા કામદારોને માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી માનધન યોજનાનાં વ્યાપક પ્રચાર-પ્રસાર તેમજ તેનો લાભ કેવી રીતે લઈ શકાય તેની પુરી સમજ વિવિધ ગામો મિરઝામુરાદ, રોહનીયા, અરદલા, સેવાપુરી, કુરુહા, શુલટંકેશ્વર, મંડીરોડ, મુરાદેવ સ્થાનો ઉપર ગ્રામસભાઓ યોજીને આપેલ.
સવિશેષ રીતે બેટી બચાવો અભિયાન અંતર્ગત વારાણસી ખાતે બાળકીનો જન્મ થાય તો એક પણ પૈસો લીધા વગર પ્રસુતિ સેવા આપતા ગાયનેકોલોજીસ્ટ ડો.શીપ્રા ધર, મુળ ગુજરાતી વરિષ્ઠ મહિલા તબીબ ડો.અંજના ગુપ્તા, વિનિતા પારીખ, મીરા ગુપ્તા અને અમેરિકાથી ખાસ આવેલ લતાબેન આહિર, શકુન દિક્ષીત સહિત વારાણસીનાં વિવિધ ક્ષેત્રોનાં અગ્રણી બહેનોની ટીમ ભાવનાબેન જોશીપુરાએ બનાવી છે અને આ ટીમ વારાણસી તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં વ્યાપક સ્તરે જનસંપર્કનાં કાર્યક્રમો આયોજીત કરે છે.
જુની વારાણસી સ્થિત નીચીબારી ભાજપ કાર્યાલયે વારાણસી ખાતે વિવિધ ક્ષેત્રે કાર્યરત એનજીઓનું સંમેલન ભાવનાબેન જોશીપુરાનાં અધ્યક્ષસ્થાને મળ્યું હતું. શકુન દિક્ષિત, સેવિકા સમિતિનાં મંજુ દ્વિપેદી સહિતનાં વરિષ્ઠ મહિલા અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિવાળા આ સંમેલન જે ખુબ જ સારી સફળતા મળી હતી.