૨૬ જુન ૨૦૧૮ના રોજ શ્રીનગર પંચાયત હાઈસ્કૂલ-વિસાવદર ખાતે સરકારના વર્તમાન સ્વાસ્થ્યને અનુલક્ષી કાર્યક્રમ અંતર્ગત શાળા સલામતી કાર્યક્રમ અનુસંધાને વિસાવદર તાલુકામાં અવિરત સેવા બજાવતી ૧૦૮ એમ્બ્યુલન્સ અને તેમના કર્મચારી ઈ.એમ.ટી. હિતેશ પાઘડાળ, ઈ.એમ.ટી. મનીશ ડોબરીયા, પાયલોટ નિકુંજ ગઢવીએ શાળાના બાળકોને ૧૦૮ને કયારે ફોન કરવો ? અને ઈમરજન્સી કેસ કોને કહેવાય ? તેવી બાબતો વિવિધ સાધનો જેવા કે ડિફ્રેબ્રીલેટર, બીપી, ઈન્સ્ટુમેન્ટ, સકશન મશીન વગેરે સાધનોનો ઉપયોગ અને સ્ટ્રેચર જેવા વિવિધ પ્રકારના મેડિકલ સાધનોનો ઉપયોગ વિદ્યાર્થીઓને સાથે લઈ લાઈવ ડેમોસ્ટ્રેશન કરાવીને કાર્યક્રમને લાઈવ બનાવ્યો હતો અને આશરે શાળાના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા ૧૦૮ના કર્મચારીઓ તેમજ શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
વિસાવદરની શ્રીનગર પંચાયત હાઈસ્કુલ ખાત શાળા સલામતી કાર્યક્રમ યોજાયો
Previous Articleકુદરતની થપાટો ખાઈને ઝડપભેર બેઠા થયેલા મોરબીમાં એવી તો કઈ તાકાત! પીએચડી શરૂ કરતી અમેરિકન યુવતી
Next Article સૌરાષ્ટમાં વાદળછાયું વાતાવરણ: જામનગર-જૂનાગઢમાં ઝાપટા