ગુજરાતમાં સૌપ્રથમવાર જર્મન પ્રોજેકટ દ્વારા ફળો-શાકભાજીનું ઓઝોનેશન અને કલીન વોશિંગ કરાશે
રાજકોટ
આજના સ્ટાઈલીશ અને આધુનિક સમયમાં લોકો હેલ્ધી રહેવા માટે શુઘ્ધ પાણીથી લઈને આરોગવાની તમામ ચીજ-વસ્તુઓ તરફ ખાસ ધ્યાન દોરતા થયા છે ત્યારે જેતપુરવાસીઓને તરોતાજા અને શુઘ્ધ શાકભાજી-ફળો મળી રહે અને તંદુરસ્ત રહી શકે તેવા ઉમદા હેતુની સાથે ગુજરાતમાં સૌપ્રથમ વખત જેતપુરમાં ‘વિશાલ ગ્રીન ફ્રેશ’ નામનો મેગા મોલ શ‚ કરાયો છે.
જેમાં ખાસ જર્મનથી આયાત કરેલા પ્રોજેકટના માધ્યમથી ફળો-શાકભાજીનું ઓઝોનેશન અને કલીંન વોશિંગ કરાશે. આ વિશાલ ગ્રીન મેગા મોલ લોકોની તંદુરસ્તી જાળવી રાખવાનું અનન્ય માધ્યમ તરીકે સાબિત થશે. આ વિશાલ ગ્રીન ફ્રેશ મોલની ફાર્મ ટુ હોમ સુવિધા અંગે જણાવતા મોલના એઝાજ બોઘાણીએ કહ્યું કે, આ પ્રકારનો મોલ ગુજરાતમાં પહેલીવાર બન્યો છે. અમે પ્રથમવાર જેતપુરમાં સાહસ કર્યો છે. આ સમગ્ર પ્રોજેકટ જર્મનથી આયાત કરેલો છે કે જેના દ્વારા શાકભાજી-ફળોનું ઓઝોનેશન અને શુદ્ધિકરણ થઈ શકશે.
આ અંગે વધુમાં જણાવતા એઝાજ બોઘાણીએ કહ્યું હતું કે, આ પ્રકારના મોલ પુરા ગુજરાત રાજયમાં દરેક ફ્રેન્ચાઈઝી આપીને કરીશું. જેતપુરના લોકો તો આ મોલનો વિશેષ લાભ ઉઠાવશે પરંતુ આ સાથે રાજયભરમાં લોકો શુઘ્ધ-તાજા શાકભાજી અને ફળોનું સેવન કરી તંદુરસ્તમય રહે તેવા વિશેષ હેતુથી આખા ગુજરાતમાં ફ્રેન્ચાઈઝી આપી ફાર્ટ ટુ હોમ સુવિધાથી સજજ મોલ ઉભા કરાશે.
આમાં પણ રસપ્રદ બાબત એ છે કે, ખેડુતો દ્વારા ઉત્પાદિત થયેલા શાકભાજી-ફળો સીધા લોકો સુધી મળશે તે સાથોસાથ આ પ્રક્રિયા વધુ વેગવંતી બનાવવા ઓનલાઈન શોપીંગની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેમાં ઓનલાઈન ઓર્ડર આપી ઘરે બેઠા તરોતાજા શાકભાજી-ફળોનો લોકો લ્હાવો ઉઠાવી શકશે.
મહિલાઓને પ્રોત્સાહિત કરવા વિશાલ મોલમાં યોજાઈ વાનગી સ્પર્ધા
જેતપુરના વિશાલ ગ્રીન ફ્રેશ મેગા મોલના જાજરમાન શુભારંભ બાદ જેતપુર મહિલા જે.સી. દ્વારા મહિલાઓને પ્રોત્સાહિત કરવા વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં લગભગ પચાસ જેટલી મહિલાઓએ ભાગ લઈ અવનવી વાનગીઓ બનાવી હતી.