મનફરા માંગલિક અને કળશ ઉછામણી વિહાર કાર્યક્રમ યોજાયો: સંઘનું સન્માન

સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ગુરુભગવંત ભાવચન્દ્રજી સ્વામીના આજીવન ચરણોપાસક વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કરજી સ્વામીના પ્રિ-ગોલ્ડન સંયમોત્સવના ૧૧માં અને ક્રમાંક ૪પમાં મહામાંગલિકમાં રિઘ્ધિ-સિઘ્ધી કળશનો લાભ સૌરાષ્ટ્રના ગામ વધારવાના હાલે મોરબી રહેતા અરુણાબા મહેન્દ્રસિંહ જાડેજા પરિવારે લીધો હતો.

મનફરા કચ્છના ચાતુર્માસ દરમ્યાન સાધર્મિક ભકિતનો લાભ લેનાર સંઘના પ્રમુખ પ્રેમજીભાઇ રવજી ગડા પરિવારનું સંધ વતીથી બહુમાન કરવામાં આવ્યું હતું. તથા પદાધિકારીઓ અને કારોબારી કમીટીના મેમ્બરો હાજર રહ્યા હતા. પૂ. ગુરુદેવએ તેમને પણ આશીર્વાદનું પ્રતિક આપીને તેમની સેવાને બિરદાવી હતી. તથા મનફરા સંઘની અદ્દભુતઅને સમર્પણ ભાવની નોંધ લીધી હતી આ ચાતુર્માસ દરમ્યાન નાના મોટા દાતાઓની સેવાને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા હતા.

IMG 20181118 121049 HDRપૂ. વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કરજી સ્વામી આદિ ઠાણા-૪ તા. ૨૩-૧૧ ના વિહાર કરી તેમજ તા. ૪-૧ર લાકડીયા મુકામે અજરામર વૈયાવય્ય કેન્દ્રના ઉદધાટન સમારોહમાં નિશ્રા પ્રદાન કરશે. આગામી મહામાંગલીક મોરબી મુકામે તા. ૧૬-૧૨ને રવિવારના રાખવામાં આવેલ છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

મહા માંગલીકનું આયોજન સોનીબજાર સ્થાનકવાસી જૈન સંઘ, શકિત પ્લોટ પૌષધશાળા સ્થાનકવાસી, જૈન સંઘ અને અજરામર વિહાર ધામ સેવા ટ્રસ્ટ ના ઉપક્રમે યોજાનાર છે. તથા વરિષ્ઠ ગુરુદેવના સંયમજીવનના પ૦ વર્ષ નીમીતે નવજીવન વિકલાંગ ટ્રસ્ટના ઉપક્રમે અને દાતાઓના સાથ સહકારથી વિકલાંગ શિબીર  રાખવામાં આવી છે જેમાં મોરબી, ટંકારા, હળવદ તાલુકાના બાળકો લાભ લઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.