વાવાઝોડાની આગાહીને પગલે યાર્ડ સંચાલકોની અગમચેતી ખેડુતોને ફળી
વિસાવદર પંથકમાં હોળી પર્વ પર જ કમોસમી માવઠાએ ખેડુતોને ખાસ કરી બાગાયતદારોને ચિંતામાં મુકી દીધા હતા.
ગઇકાલે 6 માર્ચના આવેલ માવઠામાં બપોરે 4 વાગે શરુ થયેલ પવન અને વરસાદે કયાંક કયાંક રોદ્ર રૂપ લીધું હતું. વિસાવદર પંથકના અલગ અલગ ગામો આ કેસર કેરીના બગીચામાં પવનથી કાચી કેરી વ્યાપક પ્રમાણમાં ખડી પડી હતી.
આ ઉપરાંત ખેડુતોના ખેતરોમાં તૈયાર થયેલ ઘંઉ, ચણા, ધાણા જેવા પાક પર માવઠુ ત્રાટકતા ભારે નુકશાન થવાના અહેવાલ મળી રહ્યા છે.
જો કે માર્કેટીંગ યાર્ડના સંચાલકોએ માવઠાની આગાહીના પગલે ખેડુતોને જણસી યાર્ડના ત્રણ દિવસથી જણસી ન લાવવા કહેતા ખેડુતોને યાર્ડની અગમચેતી ફળી હોય તેમ યાર્ડમાં ખેડુતોના માલ પલળતા બચી ગયો હતો.