વિસાવદર તાલુકાના માંડાવડ ગામે વિપ્ર પરિવારમાં હૈયું હચમચાવી નાંખે તેવી ઘટના: વિકમા પરિવારને સાંત્વના આપવા લોકો ઉમટયા
દિવાળીના સપરના દિવસોમાં હૈયું હચમચાવી નાંખે તવી ઘટના નાનકડા એવા માંડાવડ ગામે બની છે. કેન્સરગ્રસ્ત માતાનો રાજીપો મેળવવા પુત્રના ઘડીયા લગ્ન લેવાયા અને નવદંપતિ જયારે તેના માતા પાસે ગયા ત્યારે માતાના બન્ને આંખોમાં હરખના આંસુઓનો દરિયો ઉમટયો હતો અને થોડીવારમાં પ્રાણ છોડી દીધો હતો.
વિસાવદર તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ ગિજુભાઇ વિકમા એ દુ:ખદ ઘટના જણાવતા ભાવુક બની ગયા હતા. વિસાવદરથી બે કી.મી.ના અંતરે આવેલા માંડાવડ ગામમાં સૌ ગ્રામજનો સંપીને રહે, ગિજુભાઇ વિકમાના લધુબંધુ, મુન્નાભાઇ વિકમા હાલ સરપંચપદે સેવા આપે છે. તેમના પત્ની ધર્મિષ્ઠાબેન (ઉ.વ.45) ને બે વર્ષ પહેલા બ્લડ કેન્સરનું નિદાન થયું હતું. તત્કાલ ધનિષ્ઠ સારવાર કરવામાં આવતા પૂર્વ સરપંચ અને સાલસ સ્વભાવ ધરાવતા ધમિષ્ઠાબેનની તબિયત ઘણી સુધારા પર હતી.
ગિજુભાઇ વિકમાએ કહ્યું હતું કે, લધુબંધુ મુન્નાભાઇ વર્તમાન સરપંચ છે જયારે તેમના પત્ની ધર્મિષ્ઠાબેન ગત ટર્મમાં સરપંચ હતા. માંડાવડના વિકાસ માટે તેમણે ઘણું યોગદાન આપ્યું ે. મુન્નાભાઇના પત્ની ધર્મિષ્ઠાબેનની ધનિષ્ઠ સારવાર બાદ તેમના પુત્ર અભિના આગામી 28-29 નવેમ્બરનાં લગ્ન નિર્ધાયા હતા. પણ કુદરતના ક્રુર ઘાએ ધર્મિષ્ઠાબેનને તેના કેન્સર રોગે ફરી ઉથલો માર્યો લગ્નની તમામ ખરીદી આયોજન, કંકોતરી લખાઇ ચુકી હોવા છતાં તેમના પરિવારે ધર્મિષ્ઠાબેનને ફરી તઁદુરસ્ત કરવા ચાપરડા સ્થિત જય અંબે હોસ્પિટલમાં દાખલ કર્યા પ્લાઝમાની વ્યવસ્થા કરી પણ તબિયત વધુ લથડતી જતી હતી !
મૃત્યુને નજીક દેખી ચુકેલા ધર્મિષ્ઠાબેને હોસ્5િટલના બિછાનેથી તેના પરિવાર સમક્ષ એવી ઇચ્છા વ્યકત કરી કે હું અનંતની યાત્રાએ જઉ તે પહેલા મારે મારા દિકરા અભિને પરણાવવો છે. પળનો પણ વિલંબ કર્યા વગર ગિજુભાઇ તેનાં વડીલ બંધુ મુળશંકરભાઇ અને લધુબંધુ મુન્નાભાઇએ વેવાઇને સમજાવી પુત્ર અભિના 7મીએ ઘડીયા લગ્ન લીધા !
પુત્ર અભિ અને પુત્રવધુ આરાધના પરણી સીધા માતા ધર્મિષ્ઠાબેન પાસે હોસ્પિટલના બિછાને પહોંચી ગયા ! માતાએ આંખો તો ન ખોલી પણ આંખોમાંથી અનંત અશ્રુઓની ધારા વહાવી નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા. આ ઘટના પછી બે કલાકે કેન્સરગ્રસ્ત માતા ધમિષ્ઠાબેને પ્રાણ છોડી દેતા આખુ માંડાવડ અને આ વિપ પરિવારમાં શોકનું મોજુ છવાઇ ગયું હતું.