કયા ફાર્મસીસર કર્યો મેડીકલ સ્ટોર ચલાવે છે તે તપાસ જરૂરી
વિસાવદર શહેર તથા તાલુકામાં મેડિકલ સ્ટોર ઉપર અધિકૃત વ્યક્તિઓ હાજર નથી કયો મેડિકલ સ્ટોર કોણ ચલાવે છે તે નક્કી નથીવિસાવદર શહેરમાં ક્યારે આ બાબતનું ચેકિંગ કરવામાં આવેલુ..? કાનૂની જોગવાઈઓ મુજબ અધિકૃત વ્યક્તિએ અથવા લાયસન્સ ધરાવતી વ્યક્તિએ જ મેડિકલ સ્ટોર ચલાવવા તેવા સરકારના હુકમનો અહીં ઉલાળીયો થતો હોય તેવું લાગી રહિયું છે
ઉપરાંત ડોક્ટરના પ્રિસસ્ક્રીપશન વગર ખુલ્લે આમ દવાઓ વેચાઈ રહી છે અહીં ડોકટર કરતા મેડિકલ સ્ટોરવાળા ગમે તે દર્દી ને ગમે તે દવાઓઆપી દેતા હોય છે અને ઢોરના ઇન્જેક્શનો દૂધના વિવિધ પાવડરો ના ગોડાઉનો ભરેલા હોય છે ત્યારે વિસાવદરમાં કેટલા ફાર્માશિષ્ટ છે અને ક્યાં ફાર્મસીસ્ટ કયો મેડિકલ સ્ટોર ચલાવે છે તેની તપાસ વિસાવદરના પ્રાંત અધિકારી કરશે ખરા..?વિસાવદર મામલતદાર કે નગર પાલિકા કરશે ખરા..? લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા લોકોની સામે કોઈ અધિકારી પગલાં લેશે તેવો સવાલ ઉભો થયેલ છે