દુષ્કર્મના ગુનામાં જેલ હવાલે રહેલા

વ્યભિચારી બંને શક્સે હોદાનો   દુરૂપયોગ કર્યાની ચર્ચાએ ચકચાર મચાવી

વ્યભિચાર ના આરોપો સાથે વિસાવદર તાલુકાના સરસઈ ગામના શાસકો જેલની કોટડીમાં  છે.સરપંચ-ઉપસરપંચની કામલીલાનો પર્દાફાશ થયો ત્યારે આ બનાવને લઈને આ સતાધીશોની સામેની કાયેવાહી માટે વિસાવદર પોલીસની સમગ્ર તાલુકામાં પ્રશંસા થઇ રહી છે.અધિકારી ગઢવી અને તેની ટીમે જે પોતાની ફરજ નિભાવી તે કાબિલેદાદ છે.વિસાવદર પોલીસ બાહોશ અધિકારી અને સમગ્ર પોલીસ સ્ટાફે જે રીતે સમગ્ર પ્રકરણમાં કૂનેહપૂવેક અને નિષ્ઠાથી કામ કર્યુ તેની લોકો પ્રશંસા કરી રહયા છે. આરોપીઓ જેલની હવા ખાઈરહ્યા છે.

વ્યભિચારી સરપંચ ઉપસરપંચે   સામે નાગરીકો આ માટે આગળ આવીને હવે ખુલ્લેઆમ બોલવા લાગ્યા હોવાનું સમગ્ર પંથકમાં એક ચર્ચાનો મુદો બન્યો છે.ટુંક સમયમાં પ્રશાસનની વહીવટી પ્રક્રિયા ને અનુરૂપ  હોદા પરથી રદબાતલ કરવામાં આવશે તેવા કેટલાક કાયદાકીય તજજ્ઞો  જણાવી રહયા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.