23મી ડિસેમ્બરે ઇન્ડિયન પ્રીમિયર લીગનું મેગા ઓડિશન યોજાશે : 132 વિદેશી ખેલાડીઓ પર બીડિંગ થશે
ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન આગામી વર્ષ 2023 થી શરૂ થઈ રહી છે ત્યારે 16મી સિઝન માટેનું મેગા ઓપ્શન આગામી 23મી ડિસેમ્બરના રોજ કોચી ખાતે યોજાશે એટલું જ નહીં 405 ક્રિકેટરો કોના કિસ્મતમાં જશે એ પણ ફેસલો તે દિવસે જ કરવામાં આવશે. વર્ષ 2023 ના ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરાયા છે. આ વખતે મિની ઓક્શન માટે 714 ભારતીય ખેલાડીઓ સહિત કુલ 991 ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી તમામ 10 ફ્રેન્ચાઇઝીએ 369 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા હતા. પરંતુ તેમાં વધારાના 36 ખેલાડીઓને પણ સામેલ કરવાની માંગ કરવામાં આવી હતી.આ વખતની સીઝનમાં 132 વિદેશી ખેલાડીઓ પર બિડિંગ કરવામાં આવશે.
બીસીસીઆઈએ હરાજી માટે કુલ 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. આ તમામ ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે, જેના પર ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે. આ ખેલાડીઓમાં 119 કેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે. ખેલાડીઓએ પોતાની દાવેદારી નોંધાવી હોવા છતાં માત્ર 87 ખેલાડીઓની કિસ્મત ચમકશે . હરાજીમાં ભાગ લેનાર તમામ 10 ફ્રેન્ચાઈઝી પાસે ખેલાડીઓ ખરીદવા માટે માત્ર 87 સ્લોટ ખાલી છે. એટલે કે, મહત્તમ 87 ખેલાડીઓ જ ખરીદી શકાશે. વિદેશી ખેલાડીઓ માટે સ્લોટની મહત્તમ સંખ્યા 30 ધારિત કરવામાં આવી છે.
મેગા ઓપ્શનમાં બેન સ્ટોકસ, કેમરોન ગ્રીન, મયંક અગ્રવાલ સહિતના ખતરનાક ખેલાડીઓની કિસ્મત કઈ ફ્રેન્ચાઇઝી માટે ચમકશે તે આગામી 23 તારીખે જ ખ્યાલ આવશે. કથા નાઈટ રાઈડર પાસે 11 જગ્યાઓ ખાલી પડેલી છે જ્યારે લખનઉ પાસે દસ જગ્યા જેમાંથી સૌથી ઓછી જગ્યા દિલ્હી કેપિટલ્સ પાસે જે છે તે આંકડો માત્ર પાંચનો જ છે. રકમની જો વાત કરવામાં આવે તો કલકત્તા નાઈટ રાઈડર્સ પાસે 7.2 કરોડ રૂપિયા હૈદરાબાદ પાસે 42.25 કરોડ રૂપિયા પડેલા છે ત્યારે આ 16મી સિઝન અત્યંત રોમાંચક તબક્કામાં આવશે તેવું સ્પષ્ટ ચિત્ર ઉભું થઈ રહ્યું છે.