વિકાસ કામો દરમિયાન શખ્સે દંપતીને ગામમાં ફરકતા નહીં

વિસાવદરના જેતલવડ ગામના મહિલા સરપંચ અને તેના પતિને ગામના સભ્યએ જાહેરમાં ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપતા નાના એવા જેતલવડ ગામમાં ચકચાર મચી જવા પામી છે. અને આ બાબતે પોલીસમાં ફરિયાદ થતા પોલીસે ગ્રામ પંચાયતના સભ્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિસાવદર તાલુકાના જેતલવડ ગામમાં વિકાસના કામો ચાલી રહ્યા હતા તે દરમિયાન ગામના સભ્ય અનિલ રામ ભંડકે ગામના સરપંચ ઉર્મિલાબેનના પતિ મયુરભાઈ ને ફોનમાં અને જાહેરમાં સરપંચ સાથે ઝઘડો કરીને મારી નાખવાની ધમકી આપી હતી અને તું ગામમાં ફરકતો નહીં નહિતર સારાવટ નહીં રહે તેમ કહી ઝઘડો કરતા જેતલવડ ગામના સરપંચ ઉર્મિલાબેન મયુરભાઈ શ્વારા એ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.