વિસાવદર તાલુકાના સુખપુર ગામના મુળવતની બીપીનભાઇની કોરોના દર્દીઓ માટે અનન્ય સેવા
વિસાવદર તાલુકાના સુખપુર ગામના મુળ વતની પોપટભાઇ રામાણી પૂર્વ ધારાસભ્યના પુત્ર બીપીનભાઇ સુરતના એક મોટ ઉઘોગપતિ છે. જયારે જયારે વતનમાં કંઇ મુશ્કેલી આવી છે ત્યારે તન, મન, ધનથી સમાજની સેવા માટે આવી પહોંચે છે. ગત 2020 માં કોરોના મહામારીમાં તેમના ફાર્મ ઉપર ગરીબ નિરાધાર લોકો માટે ભોજન માટે રસોડુ ચાલુ કરેલ અને હજાર માણસોની જમણવારની વ્યવસ્થા કરેલ છે.
સીવીલ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલોમાં જઇ પોતે સર્વે કરેલ કે મારા તાલુકાની જનતાને ખરેખર શું જરુરી છે ત્યારે બધુ જોતા તેને એ ખ્યાલ આવ્યો કે હાલ કોરોના મહામારીમાં પ્રજા મોતના મુખમાં હોમાય રહી છે ત્યારે તેને જોઇતી અગવડતા ઓકસીજનની તાતી જરુર છે. આ વિચાર આવતા પોતાના સુરતમાં ચાલતી સંસ્થાઓ, એનજીઓ સાથે તે ખુબ સંકળાયેલા હોય તુરંતમાં ફોન કરી બધાનો સંપર્ક કરીને ઓકસીજનના પ0 કિલોના રપ બાટલા તાબડતોપ ભેગા કરીને મંગાવી લીધેલ તેના ફાર્મ હાઉસ ઉપર રાખવામાં આવેલ જે કોઇને ઓકસીજનની જરુર હોય તેવા વ્યકિત પોતાના બાટલા આપે તો તેઓને મોટા બાટલામાંથી રીફલીંગ કરીને આપવામાં આવે છે. આ સેવા નિ:શુલ્ક (ફ્રિ) કરવામાં આવે છે. હાલ સીવીલ હોસ્પિટલમાં સરકાર પણ ઓકસીજન પુરુ પાડી શકતી નથી અને ઓકસીજન વિના પ્રજા મરી રહેલ હોય તેવા સમયે બીપીનભાઇએ જે આ વિચાર આવ્યાને તુરંતમાં અમલવારી પણ ચાલુ કરી દેવામાં આવેલ. આગળ હજી વધારે બાટલા મળે અને વધારેમાં વધારે દર્દીઓને ઓકસીજન મળે અને સાજા થાય તેવી નેમ સાથે તેઓ સતત ચિતિંત છે. સહજ અને સરળ સ્વભાવના બીપીનભાઇ દરેક કપરા સમયે પ્રજાની ખેવના કરે છે તેમણે જણાવેલ કે તાલુકાના વેપારી ઉઘોગપતિઓ જો ભેગા થાય અને એનું ઓકસીજન બેંક બનાવીને કોઇ ર, 4 , 10 બાટલા આપે અને આ ઓકસીજન બેંકની ચાર પાંચ જણાની કમીટી બનાવીને વિતરણ વ્યવસ્થા થઇ શકે તો ઓકસીજનના વાંકે કોઇ મૃત્યુ ન પામે તેવી લાગણી વ્યકત કરેલ, તેમણે વિસાવદર સીવીલ તેમજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ જણાવેલ કે તમારે જરુરીયાત હોય તો ઓકસીજનના બાટલા ફ્રિમાં અપાશે.મુકતાનંદજીબાપુ પ્રેરિત જય અંબે હોસ્પિટલને પણ જરુરીયાત હોય તો બાટલા આપીશું તેવું બીપીનભાઇએ જણાવેલ છે ગત તા. 28/4/21 ના રોજ જય અંબે હોસ્5િટલમાં ઓકસીજનની તાત્કાલીક જરુરીયાત ઉભી થતા જુનાગઢ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ જુનાગઢ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઇ કાવાણીનો ફોન આવતા તુરંત પ0 કિલો ના બે બાટલા આપવામાં આવેલ તેમણે જણાવેલ કે હું પ્રયત્ન કરું છું કે આપણને હજુ રપ બોટલા મળી જાય જેથી દરેક દર્દી ઓકસીજન મળે અને જીવનદાન મળે.