ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખે હોસ્પિટલની સ્થિતિ વિશે માહીતી મેળવી અને દર્દીઓને રૂબરૂ મળ્યા
જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ અચાનક મુલાકાત લીધી હતી. તેઓ એ જૂનાગઢ હોસ્પિટલની સ્થિતિ વિશે વાકેફ થયેલ અને જાનના જોખમે કોવિડ વોર્ડ મા જય દર્દી ઓની રૂબરૂ મુલાકાત લીધી. અને સરકારી સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો તથા સ્ટાફની પ્રસન્સા કરી આટલી મોટી સિવિલ હોસ્પિટલમા સ્ટાફની બેડની ઓક્સિજન વેન્ટિલેટર ની કમી હોય જેના કારણે કોરોના પ્રોજિટિવ દર્દી ઓ સરકાર ની નિષ્ફળતાના કારણે ટપો ટપ મરી રહિયા છે તે બાબતે ધરણા કરવાને બદલે ભાજપના લોકો બંગાળના પ્રશ્નને ધરણા કરે છે.
હાલના કપરા સમય મા લોકો ને મદદ કરવી જોઈએ તે બદલે પાર્ટીના ખેસ પહેરીને પીડિત જનતા સામે તાયફા કરવાની એક પણ તક ચુકતા નથી વધુમા અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્યુ કે ગુજરાતમા કુલ વસ્તી માથી ઍક ટકાથી પણ ઓછા લોકોને આ બીમારી છે છતાંય પણ રાજ્યની ભાજપ સરકાર આરોગ્યની સેવા પુરી પાડી શક્તિ નથી તે સરકાર તમામ ક્ષત્રે નિષ્ફળ છે તેવુ જણાવ્યુ હતુ આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા. વિસાવદર ના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી ટી સીડા તથા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મઁત્રી ફારૂક સુમરા તથા અન્ય કાર્યાલય મન્ત્રી પિયુસ વૈશ્નાણી સહીત ના હાજર રહેલ મહામંત્રી જિલ્લા કોંગ્રેસ જૂનાગઢ વી ટી સીડાની યાદીમાં જણાવાયું છે.