૨૦૨૨માં કતારમાં આયોજીત ફુટબોલ વર્લ્ડકપમાં પ્રેક્ષકોને આકર્ષવા પ્રયાસ
યુએઈમાં આધિપત્ય જમાવવા માટે કતારે ભારત સહિત ૮૦ દેશોના નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબીયા, ઈમીપ્ત અને બેહરીન સહિતના દેશોએ કતાર ઉપર પ્રતિબંધ મુકતા કતાર આર્થિક મુશ્કેલીમાં છે ઉપરાંત ૨૦૨૨નો ફુટબોલ વર્લ્ડકપનું યજમાન પણ હોવાથી કતારનો આ નિર્ણય લાંબા સમયે ફાયદાકારક નિવડશે.
વિઝા વિના કતારમાં પ્રવેશ મેળવનારા ૩૩ દેશોના નાગરિકોને ૧૮૦ દિવસ અને બાકીના દેશોના નાગરિકોને ૩૦ દિવસ રહેવાની છુટ અપાઈ છે. આ ૮૦ દેશોને છૂટ આપવાનો નિર્ણય દેશોની સલામતી અને આર્થિક સ્થિતિના આધારે ચપન કરવામાં આવ્યું હતું. વધુ વિકાસ માટે કતાર એરલાઈન્સ આ નવી યોજના માટે ૬૨ નવા એર ‚ટ ચાલુ કરશે માટે પરિવહન સરલ થશે. ઉલ્લેખનીય છે કે, સાઉદી એરબિયા, બહેરીન, યુ.એ.ઈ અને ઈજીપ્ત જેવા પાડોશી દેશોએ કતાર સાથેના સંબંધો કાપી નાખતા કતાર એકલુ પડી ગયું છે. જેનાથી વિદેશી રોકાણ સહિત સુરક્ષા ધોરણે પણ નુકસાન થયું છે પરંતુ એવુ પણ જાણવામાં આવ્યું છે કે કતારને મુસ્લિમ કટ્ટરવાદી આતંકી જુથો સાથે પણ સંબંધો છે. જો કે, આ વાત સ્વિકારવા ઈન્કાર કર્યો હતો. કાતારે પોતાના દેશના નાગરિકો માટે પણ નવી યોજનાઓ બનાવી છે. કતારની મહિલા અને વિદેશી પુરુષના સંતાનોને નવો દરજજો અપાશે અને વિશેષતા ધરાવતા નાગરિકોને સમ્માન અપાશે. જો કે કતારમાં કુલ ૨૪ લાખની વસતી છે પરંતુ ૯૦ ટકા વિદેશીઓ નિવાસ કરે છે. વિદેશીઓમાં બાંધકામ ક્ષેત્રે કામ કરાતા દક્ષિણ એશિયનોની વસ્તી વધુ છે. દેશમાં પરિવર્તન લાવી હવે ભૂતકાળમાં બનેલા બનાવોનું બેલેન્સ કરશે.