અમેરિકા, જાપાન, હોંગકોંગ, યુકે સહિતના દેશોના શેરબજારમાં કશ્મકસ બાદ તેજીની આશા

કોરોના વાયરસના ખૌફના કારણે વૈશ્ર્વિક શેરબજારમાં ભારે અફરાતફરીનો માહોલ છેલ્લા ૧૦ દિવસી જોવા મળ્યો હતો. જેના પગલે ભારતીય શેરબજાર પણ ઐતિહાસિક ગાબડાઓનું સાક્ષી બન્યું હતું. શુક્રવારે ૧૯૫૦ પોઈન્ટના ગાબડા બાદ આજે બજાર મહદઅંશે ગ્રીન ઝોનમાં ટ્રેડ થયું હતું. ચીનમાં વાયરસી સંક્રમીત લોકોની સંખ્યામાં ઘટાડો તાં વૈશ્ર્વિક કક્ષાએ શેરબજારમાં આશાનું કિરણ જોવા મળ્યું છે. જેના કારણે અમેરિકા, જાપાન, ચીન સહિતના દેશોના માર્કેટ ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા. આજે ભારતીય બજાર પર સકારાત્મક અસર જોવા મળી છે.

3.banna for site

કોરોના વાયરસની બીકના કારણે શુક્રવારે બજાર ૩૫૬૩૫ના સપોર્ટને ટચ કરી ગયું હતું. ૧૯૫૦ પોઈન્ટના કડાકાના કારણે રોકાણકારોના ૭ લાખ કરોડી વધુ રૂપિયા શેરબજારમાં ધોવાયા હતા. આજે બજારમાં કરેકશન થાય તેવી આશા રોકાણકારો વ્યકત કરી રહ્યાં છે. આ લખાય છે ત્યારે બજાર રેડ અને ગ્રીન ઝોનની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે. બજારમાં રોકાણકારો પર ભારે દબાણ હોય તેવું ફલીત થાય છે. એક તરફ વૈશ્ર્વિ માર્કેટ ગ્રીન ઝોનમાં છે ત્યારે છેલ્લા ૧૫ દિવસમાં શેરબજારને પડેલા ૪૦૦૦ પોઈન્ટી વધુના ફટકા બાદ બજારને ફરીથી ત્તેજીમાં આવતા થોડો સમય લાગશે.

આંકડા મુજબ જાપાનનું માર્કેટ નીકી ગઈકાલે ૧ ટકા વધ્યું હતું. જ્યારે હોંગકોંગનું હેંગસેંગ ૧.૪, યુરોપનું એફટીએસઈ ૦.૧ ટકા જેટલું વધ્યું હતું. બીજી તરફ જર્મનીનું ડેસ્ક ૧.૪ ટકા ઘટ્યું હતું. કોરોના વાયરસના પગલે સૌથી વધુ અફરા-તફરી અમેરિકાના ડાઉન જોન્સમાં જોવા મળી હતી. માર્કેટ ખુલ્યા બાદ તુરંત ૭ ટકાનો કડાકો બોલી જતા માર્કેટને થોડા સમય માટે ટ્રેડ માટે બંધ કરાયું હતું. લોઅર સર્કિટના પગલે રોકાણકારો અસમંજસમાં મુકાયા હતા. આજે માર્કેટ થોડા પ્રમાણમાં ગ્રીન ઝોનમાં જોવા મળ્યું હતું. ભારતમાં પણ મહદઅંશે વેચવાલીની તાકાત ઘટશે તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.