ભારત ત્રીજા ક્રમે જ્યારે પ્રથમ ક્રમે યુ.એસ.ના સાડા લાખથી વધુ તથા ચાઇનાના અઢી લાખથી વધુ લોકો મંગળ ગ્રહ પર ઉતર્યા

નાસા દ્વારા મોકલવામાં આવેલા ઇનસાઇટ મંગળ ગ્રહ પર ઉતરણ કર્યુ છે જેમાં વરર્ચ્યુઅલી ભારતના ૧,૩૮,૮૯૯ લોકોએ મંગળ ગ્રહ પર ઉતરણ કર્યુ હતું જેઓએ છ મહિનાની સફર પૂર્ણ કરી હતી. નાસાનું ઇનસાઇટ માનવરહિત મિશન છે કે જે મંગળ ગ્રહની ધરતી તથા મંગળ ગ્રહ પર વાયુની તિવ્રતા જેવા અનેક વિષયો પરનું સંશોધન કરશે. મંગળ ગ્રહ પર જવા માટે ઘણાં લોકો ઉત્સાહીત અને ઉત્તેજીત રહ્યાં હતાં જે અન્વયે સિલિકોન વેફર માઇક્રોચીપના માધ્યમથી તથા ઇલેક્ટ્રોન બીલના સથવારે ભારતના એક લાખથી વધુ લોકો વરર્ચ્યુઅલી મંગળ ગ્રહ ઉતરાણ કર્યુ હતું. જ્યારે નાસા દ્વારા આ તમામ યાત્રીકોને બોર્ડીગ પાસ પણ આપવામાં આવ્યાં હતાં જેમાંથી ઘણાં ખરા લોકોએ તેનો ફોટો ફેસબુક પર અપલોડ કર્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર વિશ્ર્વભરમાંથી ૨૪ લાખથી વધુ લોકો મંગળ ગ્રહ પર ઉતરાણ પોતાના નામ નોંધાવ્યા હતા જેમાં વિશ્ર્વભરમાંથી ભારત ત્રીજા ક્રમે રહ્યું હતું. ઇતિહાસ ઇનસાઇટ મિશન પ્રથમ મિશન બનશે જેમાં રોબોટીક આર્મના મદદથી અનેકવિધ સાધનો મંગળ ગ્રહના સપાટી ઉપર મૂકાશે.

કંઇ શકાય કે મંગળ ગ્રહ પર ઉતરાણ કર્યા બાદ ઇનસાઇટ સફળતા પૂર્વક સુચનાઓ પૃથ્વી પર મોકલી રહ્યું છે વાત કરીએ તો અંતરિક્ષ યાન જે સિગ્નલ મંગળ ગ્રહ પરથી મોકલાવી રહ્યું છે તેને આઠ મિનિટ જેટલો સમય લાગી રહ્યો છે.

ઇનસાઇટ જે નાસા દ્વારા બનાવવામાં આવ્યુ છે તે મંગળ ગ્રહની સતહ ખોદવા માટે બનાવવામાં આવ્યું છે જેથી તેનું હીટ લેવલ જાણી શકાય. મંગળ ગ્રહથી પૃથ્વીનો અંતર ૧૬ કરોડ કિલોમીટરનો છે. જેને લઇ આઠ મિનિટ જેટલો સમય લાગી રહ્યો છે.

મંગળ ગ્રહ અભિયાન ઘણીખરી સ્પેસ એજન્સીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું પરંતુ મહદઅંશે સ્પેસ એજન્સી તેને પાર પાડવામાં નિષ્ફળ નિવડી હતી ત્યારે નાસા દ્વારા જે ઇનસાઇટ બનાવવામાં આવ્યું છે તેને મુખ્યત્વે વિન્ડસેન્સર કે જે મંગળ ગ્રહની વાયુની ગતિની માપણી કરશે તથા સ્પેન દ્વારા હીટને લઇ સાધનો બનાવવામાં આવ્યાં છે કે જે મંગળ ગ્રહની સપાટી અને તેના ભૂત્તળમાં તાપનું પ્રમાણ શું છે તેની માપણી કરી શકશે વાત કરીએ તો આ મિશનથી રહસ્યમયી બનેલાં મંગળ મિશનને સફળતા મળી શકશે અને અનેકવિધ રહસ્યોની શોધ થઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.