રાજયના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજયમાં આરોગ્ય સુવિધા વધે તેના ભાગરુપે જામજોધપુરમાં ઓક્સિજન જનરેટર પ્લાન્ટને વર્ચ્યુઅલ માધ્યમ થકી ખુલ્લો મુકયો હતો. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટીના ભાગરૂપે એસ્સાર ફાઉન્ડેશન દ્વારા જામજોધપુર સીએચસીમાં ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું દાન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના કોવિડ-19 મહામારી સામે લડવાના પ્રયાસોને ટેકો આપવા અને સંભવિત ત્રીજી લહેર માટે શ્રેષ્ઠ રીતે સજ્જ થવા, પ્લાન્ટ એરિયાની તબીબી માળખાગત સુવિધાને મજબૂત કરવામાં મદદરૂપ થશે.જામજોધપુરનો આ ઓક્સિજન પ્લાન્ટ બુસ્ટર કમ્પ્રેસ્સર સાથે પ્રતિ કલાક 20NM3 ઓક્સિજન જનરેટર છે અને પ્રતિ મિનિટ 333 લિટરની ક્ષમતા ધરાવે છે, જે એકસાથે 24 બેડને સેવા આપવા પર્યાપ્ત છે. પ્લાન્ટ વાતાવરણમાંથી હવા શોષવા અગાઉ એને તબીબી-ગ્રેડના ઓક્સિજનમાં પરિવર્તિત કરશે.
ઉપરાંત તબીબી ધારાધોરણ ધરાવતા સીલિન્ડર્સ ભરવા માટેના પ્લાન્ટ ઉપરાંત એક કમ્પ્રેસ્સર સ્થાપિત કરવામાં આવ્યુ છે. આ 24 કલાકમાં આશરે 80 સિલિન્ડર ભરવાની ક્ષમતા ધરાવે છે લોકાર્પણ પ્રસંગે પૂર્વ મંત્રી અને પૂર્વ એમએલએ ચિમનભાઇ સાપરિયા, જામનગરના ડેપ્યુટી ડીડીઓ પાર્થ કોટડિયા, જામજોઘપુર એપીએમસીના ચેરમેન અને પૂર્વ એમએલએ બ્રિજરાજસિંહ જાડેજા, સાંત ખરે સીઇઓ, એસ્સાર બલ્ક ટર્મિનલ સલાયા લિમિટેડ અને કનૈયાલાલ મોટલા હેડ, કોર્પોરેટ રિલેશન, એસ્સાર ઉપસ્થિત રહ્યાં હતાં.
એસ્સાર ગુજરાત દ્વારા અપાયેલા આ ઓક્સિજન પ્લાન્ટ સરકારના ત્રીજી લહેર શરૂ થવાના કેસમાં વધારે સારી રીતે સજ્જ રહેવાના પ્રયાસોને વેગ આપશે તથા જામજોધપુર તાલુકાના લોકોને તબીબી ઓક્સિજનનો પુરવઠો સમયસર પ્રદાન કરવામાં ટેકો આપશે. ગયા વર્ષે એસ્સાર ફાઉન્ડેશને એસ્સાર કેર ઇનિશિયેટિવ શરૂ કર્યું હતું, જેનો આશય ભારતની કોવિડ-19 સામેની લડાઈ ને ટેકો આપવાનો છે.
આ પહેલ અંતર્ગત બે મિલિયનથી વધારે ભોજન અને 1.55 લાખ મેડિકલ પુરવઠો દેશભરમાં જરૂરિયાતમંદોને પૂરો પાડવામાં આવ્યો હતો. એસ્સાર ફાઉન્ડેશન વિવિધ પહેલો મારફતે વિસ્તારના લોકોને ટેકો આપવાનું અને જરૂરિયાતમંદોને રાહત પ્રદાન કરવાનું જાળવી રાખશે.