સભામાં ઓડીટેડ હિસાબો, અહેવાલો અને અંદાજપત્રો સર્વાનુમતે મંજૂર કરાયા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવના અધ્યક્ષ્ા સ્થાને તા.30-9-ર0રર ના રોજ ચેમ્બરની 68મી વાર્ષિક સામાન્ય સભા ઓનલાઈન યોજાયેલ . જેમાં સમયસર કોરમ પુરૂ થઈ જતા એજન્ડા મુજબની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવેલ.પ્રમુખ વી.પી. વૈષ્ણવએ સૌ સભ્યોનું હાર્દિક સ્વાગત કરી આપણે સૌ વાર્ષિક સભામાં ઓનલાઈન મળ્યા છીએ તે બદલ ખુશી વ્યક્ત કરી એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરવા માનદ્મંત્રી નૌતમભાઈ બારસીયાને જણાવેલ.
ચેમ્બરના માનદ્ મંત્રી નૌતમભાઈ બારસીયાએ સૌ સભ્યોને આવકારી એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરી ગત વર્ષની વાર્ષિક સભાની મિનીટસનું વાંચન કરેલ જે હાજર રહેલ તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતા. ત્યારબાદ ચેમ્બરના માનદ્મંત્રી દ્વારા ર0ર1-રર ના વર્ષ દરમ્યાન યોજવામાં આવેલ 11ર જેટલી મિટીંગ-મુલાકાતો, સેમિનારો, ઓપન હાઉસ, 7ર અખબારી યાદીઓ તેમજ 1ર કારોબારી સમિતિની મિટીંગ વગેરે કાર્યવાહીનો અહેવાલ રજૂ કરેલ. જેમાં રાજકોટ ચેમ્બર દ્ઘારા વિવિધ સેકટરોમાં પડતી મુશ્કેલી અંગે કેન્દ્ર તથા રાજય સરકારમાં કરાયેલ રજુઆતો અને મિટીંગોની જાણ કરેલ. જેની સૌ સભ્યોએ સહર્ષ નોંધ લીધેલ.
ત્યારબાદ ચેમ્બરના ટ્રેઝર વિનોદભાઈ કાછડીયાની સમંતીથી માનદ્મંત્રીએ વર્ષ ર0ર1-રર ના ઓડીટેડ હિસાબો અને ચાલુ વર્ષ ર0રર-ર3 નું અંદાજપત્ર રજૂ કરેલ તથા ચાલુ વર્ષ માટે ઓડિટર તરીકે મે. ડી. વી. લાલચંદાણી એન્ડ કંપની નિમણુંકને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતા.
ત્યાર બાદ પ્રમુખ વી. પી. વૈષ્ણવએ ઉદ્બોધન કરતા જણાવેલ કે ચેમ્બરના તમામ સભ્યોનો ઓડિટેડ હિસાબો તથા અંદાજપત્ર વિગેરેને સર્વાનુમતે મંજુર કરવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો. રાજકોટ ચેમ્બરનીકામગીરીથી તમામ સભ્યઓ સંતુષ્ટ છે.
રાજકોટ કલેકટર ની વિનંતીથી આગામી સમયમાં થનાર ચૂંટણીમાં વેપાર-ઉદ્યોગકારો સ્વૈચ્છીક બંધ રાખી વધુમાં વધુ મતદાન કરે તેવું આહવાન કરેલ હતુ. રાજકોટ ચેમ્બર વિવિધ ક્ષ્ોત્રેને લગતા સેમીનારો-મિટીંગો યોજે છે તેમજ વેપાર-ઉદ્યોગ અને આમ પ્રજાના ઉદ્ભવતા પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ લાવવા કેન્દ્ર તથા રાજય સરકારમાં એક સેતુ બની કાર્ય કરી રહયું છે. ત્યારે આપ સૌ સભ્યોને કોઈપણ પ્રશ્ર્નો કે સુચનો હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા જણાવેલ હતી. એજન્ડા પ્રમાણે સંપુર્ણ કાર્યવાહી પુરી થતા આભાર વિધી ચેમ્બરના માનદ્મંત્રી નૌતમભાઈ બારસીયાએ જણાવેલ હતુ.