રાજકોટ ગ્રામ્ય I/C પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી, જેતપુર વિભાગ તથા I/C સર્કલ પોલીસ ઈન્સપેક્ટરશ્રી, ધોરાજી વિભાગ નાઓએ વિરપુર (જલારામ) પો.સ્ટે વિસ્તારમાં પ્રોહિબીશન, જુગાર તેમજ અન્ય ગુન્હાઓ ડિટેક્ટ કરવા સુચનાઓ આપેલ હતી.
વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ સા નાઓની મૌખીક સુચનાથી ASI રણછોડભાઈ કાછડ તથા HC ભોળાભાઈ ગોહેલ તથા HC રમણીકભાઈ સોલંકી તથા LRPC વિપુલભાઈ તથા LRPC જયેશભાઈ વિગેરે નાઓ વિરપુર (જલારામ) પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ASI રણછોડભાઈ કાછડ નાઓને બાતમી હકીકત મળેલ જે બાતમી આધારે પીઠડીયા ગામની સીમ ખરાબા, અંકુર હોટલ પાસે, નેશનલ હાઈવેના કાઠા પાસે જાહેરમાં ગોળ કુંડાળુ વળી ગંજીપાના પૈસા વતી તીન પત્ત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા (૧) રોહીત બાબુભાઈ ગોવારીયા, ઉ.વ ૨૪, રહે- જેતપુર સામા કાઠે, પટેલ ચોક પાસેથી રોકડ રકમ રૂ. ૧૮૫૦/- તથા ગંજીપાનાના પાના નંગ ૫૨, કિ.રૂ. ૦૦/૦૦ તથા ત્રણ મોબાઈલ ફોન કિ.રૂ. ૧૫૦૦/- મળી કુલ રૂ. ૩૩૫૦/- ના જુગારના સાહીત્ય સાથે પકડી તથા ખુલ્લી જગ્યાએ બાવળની જાળીનો લાભ લઈ સ્થળ ઉપરથી નાસી જનાર ૫ આરોપીઓ નામે (૧) પ્રકાશ હકાભાઈ દે.પુ, રહે- એજન (૨) વિજયભાઈ છગનભાઈ કોળી, રહે- એજન (૩) હરસુખભાઈ કોળી, રહે- એજન (૪) બાબુભાઈ ખોડાભાઈ દલીત, રહે- પીઠડીયા ટોલનાકા પાસે તથા (૫) રાજેશભાઈ, રહે- અંકુર હોટલ પાસે, વિરપુર નાઓ મળી કુલ ૬ જુગારીઓ વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજિસ્ટર્ડ કરેલ છે, તેમજ અન્ય આરોપીઓને પકડી પાડવા તજવીજ ચાલુ છે.
ઉપરોક્ત કામગીરી વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ નાઓની સુચનાથી ASI રણછોડભાઈ કાછડ તથા HC ભોળાભાઈ ગોહેલ તથા HC રમણીકભાઈ સોલંકી તથા LRPC વિપુલભાઈ તથા LRPC જયેશભાઈ વિગેરેનાઓએ ટીમ વર્કથી કરેલ છે.