રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે. એમ. ભરવાડ સાહેબ, જેતપુર વિભાગ તથા CPI શ્રી રાવત સાહેબ, ધોરાજી વિભાગ નાઓ દ્વારા વિરપુર (જલારામ) પો.સ્ટે વિસ્તારમાં પ્રોહિબીશન તેમજ જુગાર સબંધી ગુન્હાઓ ડિટેક્ટ કરવા સુચનાઓ આપવામાં આવેલ.
વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ સા નાઓની મૌખીક સુચનાથી ASI મહેશભાઈ પઢીયાર તથા HC ભરતભાઈ કોચરા તથા PC પ્રતાપસીંહ જાડેજા નાઓ વિરપુર (જલારામ) પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન PC પ્રતાપસીંહ જાડેજા નાઓને બાતમી હકીકત મળેલ કે રાજકોટ તરફથી એક સફેદ કલરની Maruti Ertiga ફોર વ્હિલ ગાડીમાં બેઠેલા માણસો પૈસા પાના વતી તીનપતીનો હારજીતનો જુગાર ચાલુ ગાડીએ રમે છે અને જેતપુર તરફ જાય છે તેમ ચોક્કસ મળેલ બાતમી આધારે સતત વોચ રાખી બાતમી વર્ણનવાળી ગાડી પીઠડીયા ટોલનાકા પાસેથી પસાર થતા ગાડી તેમજ તેમા બેસેલ માણસોને જોતા જુગાર તેમજ રોકડ સાહીત્ય સાથે મળી આવતા ડ્રાઈવર સહીતના કુલ સાત આરોપી ઈસમો નામે
(૧) મીથુનભાઈ ગોવિંદભાઈ પટેલ, ઉ.વ.૩૫, રહે- કુકરવાડા તા.વિજાપુર જી.મહેસાણા
(૨) મીતુલભાઈ ચંદુભાઈ પટેલ ઉ.વ. ૨૯ રહે વિસનગર જી.મહેસાણા
(૩) નવનિત કુમાર રમણલાલ પટેલ ઉ.વ.૩૭ રહે વિસનગર જી.મહેસાણા
(૪) જીજ્ઞેશભાઈ બાબુભાઈ પટેલ ઉ.વ. ૨૭ રહે વિસનગર જી.મહેસાણા
(૫) પ્રકાશકુમાર નાગરભાઈ પટેલ ઉ.વ.૩૫ રહે વિસનગર જી.મહેસાણા
(૬) કર્મભાઈ જેન્તીભાઈ પટેલ ઉ.વ.૨૬ રહે વિસનગર જી.મહેસાણા
(૭) ડ્રાઈવર કમલેશભાઈ જેતાભાઈ પટેલ ઉ.વ. ૩૭ રહે- કુકરવાડા તા.વિજાપુર જી.મહેસાણા નાઓને ગંજીપાના ૫૨ તથા રોકડા રૂ. ૫૮,૧૮૦ તથા મોબાઈલ ફોન નંગ-૭ કુલ કિ. રૂ. ૨૯૦૦૦ તથા ફોર વ્હિલ Maruti Suzuki Ertiga ગાડી નંબર GJ 02 BH 6271 કિ.રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ. ૫,૮૭,૧૮૦ મુદ્દામાલ સાથે પકડી ગણનાપાત્ર જુગારનો કેસ કરી આરોપીઓ વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજિસ્ટર્ડ કરેલ છે.
ઉપરોક્ત કામગીરી વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ નાઓની સુચનાથી ASI મહેશભાઈ પઢીયાર તથા HC ભરતભાઈ કોચરા તથા PC પ્રતાપસીંહ જાડેજા વિગેરેનાઓએ ટીમ વર્કથી કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.