જેતપુર તાલુકાના વિરપુર ગામે મોબાઈલમાં યુવતિ સાથે વાત કરવાનો ખાર રાખી યુવકનું કારમાં અપહરણ કરી વાડીમાં ગોંધી રાખી બેઝ બોલ, પ્લાસ્ટીકનો પાઈપ અને ધોકા વડે ઢોર મારમારી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી સાત શખ્સોની અટકાયત કરી જયારે જેતપુર તાલુકા પંચાયતનાં મહિલા ઉપપ્રમુખના પતિ અને ભાજપ અગ્રણી સહિત બે શખ્સો નાશી છૂટતા તેનીશોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાના વિરપુર જલારામ અને પ્રમુખ પાર્કમાં રહેતા હિતેન ઉર્ફે હિતેશ નટુભાઈ બારૈયા નામના યુવાનનું કુટુંબીક રાજેશ નારણ બારૈયા, નીતીન રમેશ મકવાણા, ઉમેશ ખોડા ગોહિલ, ચંદ્રેશ ઉર્ફેટીના લલીત કંડોલીયા, ગજાનન ઉર્ફે ગજરાજ ખોડા ગોહેલ, મયુર ઉર્ફેમયલો પરસોતમ મેર અબફેઝખાન સુજાનખાન પઠાણ, વિક્રમ ઉર્ફે વીકી વીરજી મેર અને લલીત દિનેશ રૂદ્રોત્રાએ કારમાં અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોર મારમારી મોતને ઘાટ ઉતારી હત્યા કર્યાની મૃતકનાભાઈ ઉમેશ નટુભાઈ બારૈયાએ વિરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતી સાથે મોબાઈલમાં વાત કરવા જેવી સામાન્ય બાબતે
પોલીસે ગણતરીના કલાકોમાં સાત શખ્સોની કરી ધરપકડ: જેતપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ સહિત બેની શોધખોળ
પોલીસની પ્રાથમિક તપાસમાં જેતપુર તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના પતિ અને ભાજપ અગ્રણી રાજેશ નારણ બારૈયાની પુત્રી સાથે હિતેન ઉર્ફે હિતેશ બારૈયા મોબાઈલમાં વાતચીત કરતો હતો જેની જાણ યુવતીના પરિવારજનોને ખબર પડતા જેનો ખાર રાખી હિતેન ઉર્ફે હિતેશ વિરપુરના જલારામ નગર જવાના રોડ પર જી.જે.03 ઈઆર 646 નંબરની કારમાં અપહરણ કરી નીતીન રમેશ મકવાણાની થશેરાળા વાડીએ લઈ જઈ બેઝબોલ, પ્લાસ્ટીક પાઈપ અને વાયરના ટુકડા વહે મારમાર્યો હતો. બાદ અમોને જાણવા મળતા પરિવારજનો સાથે વાડીએ દોડી ગયા ત્યારે લોહીલુહાણ હાલતમાં પડયો હતો.
108 મારફતે વિરપુર પોલીસે ખસેડવામાં આવતા જયા ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો.આ બનાવની જાણ વિરપુર પોલીસ મથકના પીએસઆઈ એમ.જે.પરમાર સહિતનો સ્ટાફ દોડી જઈ મૃતકનું પી.એમ.કરાવી ભાજપ અગ્રણી સહિત નવ શખ્સો સામે અત્યાનો ગુનો નોંધી સાત શખ્સોની અટકાયત કરી છે. જયારે ભાજપ અગ્રણી રાજેશ નારણ બારૈયા અને વાડી માલીક નીતીન રમેશ મકવાણા નાશીી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.