રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક *શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ, જેતપુર વિભાગ તથા CPI કે.આર.રાવત સાહેબ, ધોરાજી વિભાગ નાઓએ વિરપુર (જલારામ) પો.સ્ટે વિસ્તારમાં પ્રોહિબીશન તેમજ જુગાર સબંધી ગુન્હાઓ ડિટેક્ટ કરવા આપેલ સુચનાઓ અન્વયે આજરોજ તા: ૦૯/૦૯/’૧૮ ના રોજ વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સબ.ઈન્સ આર.ડી.ચૌહાણ નાઓને મળેલ અંગત બાતમી રાહે HC રમણીકભાઈ તથા HC ભરતભાઈ નાઓએ ભેગા મળી વિરપુર (જલારામ) ટાઉન વિસ્તારમાં ધર્મશાળા રોડ ખાતેથી ગોળ કુંડાળુ વળી તીન પત્તીનો જુગાર રમતા ૮ ઈસમો નામે (૧) નયન પ્રવીણભાઈ વઘેરા, ઉ.વ ૧૯, રહે- વિરપુર ધર્મશાળા રોડ, જુના હરીજનવાસ, વિરપુર, જલારામનગર તથા (૨) વિપુલ રાજુભાઈ વઘેરા, ઉ.વ ૨૭, રહે- એજન તથા (૩) કાનજી વશરામભાઈ વઘેરા, ઉ.વ ૩૫, રહે- એજન તથા (૪) ભુપત હરીભાઈ વઘેરા, ઉ.વ ૩૫, રહે- એજન તથા (૫) નરેશ અમુભાઈ વઘેરા, ઉ.વ ૨૦ તથા (૬) વિજય સોમાભાઈ મકવાણા, ઉ.વ ૩૩, રહે- એજન તથા (૭) ભાવેશ મનસુખભાઈ ચાવડા, ઉ.વ ૨૫, રહે- એજન તથા (૮) પરસોત્તમ મેલાજી મકવાણા, ઉ.વ ૨૭, જલારામનગર નાઓ પાસેથી ગંજીપાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/- તેમજ અલગ અલગ કંપનીના કુલ ચાર મોબાઈલ ફોન કિ.રૂ. ૪૫૦૦/- તથા રોકડા રૂ. ૬૫૧૦/- મળી  કુલ મુદ્દામાલ રૂ. ૧૧૦૧૦/- સાથે પકડી તથા સ્થળ ઉપરથી નાસી જનાર આરોપી નામે (૧) રમેશ બેચરભાઈ ચાવડા તથા (૨) હમીર ડાયાભાઈ ચાવડા નાઓ વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજિસ્ટર્ડ કરેલ છે.
ઉપરોક્ત કામગીરી વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સબ.ઈન્સ શ્રી આર.ડી.ચૌહાણ નાઓને મળેલ અંગત બાતમી અન્વયે વિરપુર પો.સ્ટે ના UHC રમણીકભાઈ રણછોડભાઈ તથા UHC ભરતભાઈ મેઘજીભાઈ તથા ડ્રાઈવર APC સાજણભાઈ કરશનભાઈ વિગેરેનાઓએ ભેગા મળી ટીમ વર્કથી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.