રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અંતરીપ સૂદ તથા નાયબ પોલીસ અધિક્ષક સા જેતપુર વિભાગ તથા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર, ધોરાજી વિભાગના ઓની સુચના મુજબ વિરપુર (જલારામ) પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારના નાસતા-ફરતા, હદપાર થયેલા તેમજ અન્ય આરોપીઓને પકડી પાડવા સારૂ સતત પ્રયત્નશીલ હતા.
ઉપરોક્ત સુચના અને માર્ગદર્શન અન્વયે આજરોજ તા: ૦૯/૦૭/૨૦૧૮ ના રોજ વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સબ.ઈન્સ આર.ડી.ચૌહાણ તથા HC રમણીકભાઈ રણછોડભાઈ તથા અઙઈ પ્રતાપસીહ મહાવીરસીહ તથા અરવીંદસીહ લાખુભા તથા વિપુલભાઈ ધીરુભાઈ વિગેરેનાઓ સરકારી વાહનમાં વિરપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સબ.ઈન્સ આર.ડી.ચૌહાણના ઓને બાતમી હકીકત મળેલ કે અગાઉ *મારામારીના ૩ તેમજ ૮ જેટલા પ્રોહીબીશનના મળી કુલ ૧૧ કેસોમાં ગુજરાત રાજ્યના રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ ગીર-સોમનાથ જિલ્લાઓમાથી તા: ૧૬/૦૮/૨૦૧૬ ની અસરથી સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ, ગોંડલના ઓના હદપારી હુકમ નંબર ૨૩/૨૦૧૫ અન્વયે ૨ વર્ષ માટે હદપાર થયેલો અને વિરપુર રેલ્વે સ્ટેશનની સામે રહેતો રાજુભાઈ દેવાયતભાઈ હેરમા જાતે આહીર સક્ષમ અધિકારીશ્રીની મંજુરી વગર વિરપુર ટાઉન વિસ્તારમાં ફરે છે તે હકીકત આધારે પેટ્રોલીંગ દરમ્યાન તપાસ કરતા આરોપી મજકુર નશાની હાલતમાં મળી આવતા તેને GP Act ૧૪૨ના કામે આજરોજ તા: ૦૯/૦૭/૨૦૧૮ ના ધરપકડ કરી મજકૂર વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે. તેમજ આરોપી વિરુધ્ધ અલગથી પ્રોહિબીશનનો ગુન્હો રજિસ્ટર્ડ કરાવેલ છે.
ઉપરોક્ત કામગીરી વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ આર.ડી.ચૌહાણ તથા રમણીકભાઈ રણછોડભાઈ તથા પ્રતાપસીહ મહાવીરસીહ તથા અરવીંદસીહ લાખુભા તથા વિપુલભાઈ ધીરુભાઈ વિગેરેનાઓએ ટીમ વર્કથી કરેલ છે.