વીરપુર જલારામ ગામે આવેલ ધજાધાર તેમજ ગામની સીમ વિસ્તારની ગૌચર ને ખનીજ માફિયાઓએ સ્થાનિક સત્તાધીશો ની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી કરીને ઉજ્જડ વેરાન બનાવી દેતા ગૌ પ્રેમીઓ દ્વારા ખનીજ ચોરો સામે પગલા ભરવા માંગ કરી છે.
વીરપુર જલારામ ગામે ધજાધાર નામના સિમ વિસ્તાર દોઢ બે વર્ષ પૂર્વે ખનીજ થી ભરપૂર ટેકરાઓ હતા જેના પર મુંગા પશુઓ માટે પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો ઉગતો જેથી વીરપુર તેમજ આજુબાજુના ગામોના માલધારીઓના ઢોરોને બારેમાસ ઘાસચારો મળી રહેતો પરંતુ ખનીજ માફિયાઓની નજર આ ખનીજ થી ભરપૂર ટેકરાઓ ઉપર પડતા છેલ્લા દોઢ -બે વર્ષથી સ્થાનિક સત્તાધીશોની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી ચાલુ કરતા જ્યાં ટેકરાઓ હતા ત્યાં આજે સમથળ જમીન અથવા તો ખાડાઓ થઈ ગયા છે હવે આ ધજાધારમાં માંડ એકાદ ટેકરો બચ્યો છે તે પણ ખનીજ માફિયાઓની નજરમાં હોવાથી ત્યાં પણ દિવસ-રાત ખનીજ ચોરી ચાલુજ રહેતા ગૌ પ્રેમીઓ દ્વારા ધજાધાર તેમજ વીરપુર ગામના અન્ય સીમ વિસ્તારમાં ખનીજ માફિયાઓએ ગૌચાર ખોદીને ગૌચરને વેરાન ઉજ્જડ બનાવી દીધું છે તેવા ખનીજ ચોરો સામે પગલા ભરી ખનીજ ચોરી અટકાવવા માટે માંગ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com