ખેડુતો દ્વારા રેલવે ઓથોરીટીને આવેદન પત્ર પાઠવ્યું
વીરપુર (જલારામ) ગામની સીમ વિસ્તારમાં જવા માટેનો જૂનો મશીતારાનો કાચો ગાડા માર્ગ જેની આડે માનવ રહિત રેલ્વેનું ફાટક આવેલ છે તે ફાટક રેલ્વે વિભાગ સાંજના ૭થી સવારના ૭વાગ્યા સુધી બંધ કરી દેવાના નિર્ણય સામે ખેડૂતો દ્વારા રેલ્વે ઓથોરિટીને આવેદનપત્ર આપીને ફાટક ખુલ્લું રાખવાની માંગ કરી હતી.
વીરપુર(જલારામ) ગામના સૌથી મોટો આહબા સીમ વિસ્તારમાં રાણબાગ પાસે વર્ષોથી રેલ્વે ક્રોસિંગ આવેલ છે આ ક્રોસિંગ પરથી વીરપુર-મશીતારાનો વર્ષો જૂનો ગાડા માર્ગ આવેલ છે આ ગાંડા માર્ગનો લગભગ ૩૫૦ જેટલા ખેડૂતો તેમજ મશીતારા ગામે જવા આવવા માટે રાહદારીઓ નિયમિત ઉપયોગ કરે છે પરંતુ રેલ્વે ઓથોરિટી દ્વારા ગત ૨૬ તારીખથી આ ક્રોસીંગ પર એક ફાટક મુકી દીધું અને તે ફાટક સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવે છે જેના કારણે દરરોજ સાંજથી રાત દરમિયાન આ ગાડા માર્ગનો ઉપયોગ કરનાર રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મૂકાય ગયા છે જેથી આ માર્ગનો ઉપયોગ કરનાર ખેડૂતો તેમજ વીરપુર અને મશીતારા ગામના રહેવાસીઓ દ્વારા રેલ્વેના ભાવનગર ડિવીઝનના ડીઆરએમને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરેલ કે ખેડૂતોને સરકાર દ્વારા મોટા ભાગે રાતના સમયે જ સરકાર દ્વારા વીજળી આપવામાં આવતી હોય છે એટલે ખેડૂતો રાતે જ ખેતરમાં પાણી વાળવા માટે જતા હોય ઉપરાંત વીરપુર તેમજ મશીતારા ગામના લોકોને રાત્રિ દરમિયાન કંઈ પણ ઇમરજન્સી કામ પડે તો પણ બંને ગામ વચ્ચેનો આ એકમાત્ર રસ્તો હોય બંને ગામના લોકો હેરાન થાય અને હમણાં સુધી અહીં કોઈ ફાટક જ ન હતું પરંતુ રેલ્વે ઓથોરિટી દ્વારા તાજેતરમાં જ અહીં ફાટક નંબર એલસી ૪૯/સી બનાવવામાં આવેલ અને ત્યાં સર્વન્ટ ક્વાટર પણ બનાવી સાંજના સાતથી સવારના સાત વાગ્યા સુધી બંધ રાખવાનો તઘલખી નિર્ણય લેતા ખેડૂતોને ખેતરે જવા આવવાનો એક માત્ર રસ્તો બંધ કરી દેવાથી ખેડૂતો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે જેથી આ ફાટક પહેલાંની જેમ જ ખુલ્લું રાખવા અને ટ્રેન પસાર થાય ત્યારે જ બંધ રાખવા ખેડૂતોએ માંગ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,