શહેરમાં ગણપતિ મહોત્સવ રંગે ચંગે મનાવાઇ રહ્યો છે ત્યારે વ્રજવીલા સોસાયટી ખાતે પણ મહોત્સવ ધામધુમથી મનાવાઇ રહ્યો છે. ગઇકાલે બાપાને ૧૦૧ દિવાની દિપમાળા કરવામાં આવી હતી. આ તકે પ્રકાશભાઇ ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વ્રજવીલા સોસાયટી ખાતે ત્રણ વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ગણપતિ આયોજનને આઠમો દિવસ છ. ત્યારે અહીં ૧૦૧ દિવાની દિપમાળા કરવામાં આવેલ હતી. તથા રોજ રાત્રે સોસાયટીના તમામ લોકો રાસ ગરબા રમે છે. સાથો સાથ જણાવ્યું હતું કે જયારે ગણપતિ વિસર્જન નો સમય હોય છે ત્યારે સોસાયટીના દરેક લોકો ભાવુક થઇ જાય છે અને દરેકની આંખમાં આસુ આવી જતા હોય છે.