ધરાર કરાયેલો વર્જિનીટી ટેસ્ટ તદ્દન ગેરબંધારણીય : હાઇકોર્ટનું અવલોકન
દિલ્હી હાઈકોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે, પોલીસ અથવા ન્યાયિક કસ્ટડી દરમિયાન ફરજિયાત કૌમાર્ય પરીક્ષણ (વર્જિનીટી ટેસ્ટ) ગેરબંધારણીય છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, ખાસ મહિલાનું વર્જિનીટી ટેસ્ટ કરવું તે સ્ત્રી સન્માનના હનન સમાન છે.
દિલ્લી હાઇકોર્ટની સિંગલ જજ જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માની ખંડપીઠે મામલામાં અવલોકન કરતા જણાવ્યું હતું કે, પોલીસ આત્યંવા ન્યાયિક કસ્ટડીમાં રહેલી મહિલા આરોપીનું વર્જિનીટી ટેસ્ટ સન્માનના અધિકારનું હનન છે જે બંધારણની કલમ ૨૧ હેઠળ દેશના તમામ નાગરિકને આપવામાં આવ્યું છે. જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માએ જણાવ્યું હતું કે, વર્જિનીટી ટેસ્ટ અંગે બે નીતિ ન હોવી જોઈએ. જાતીય સતામણીની પીડિતા હોય કે પછી આરોપી હોય કોઈનો ઓણ વર્જિનીટી ટેસ્ટ કરી શકાતો નથી.
સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો સિસ્ટર સેફી નામની મહિલા દ્વારા વર્ષ ૨૦૦૯માં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં નવેમ્બર ૨૦૦૮માં સીબીઆઈએ સિસ્ટર સેફીનો બળજબરીપૂર્વક વર્જિનિટી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, બચાવ પક્ષે એવી દલીલ કરવામાં આવી છે કે, કાયદાને લીધે મહિલાનો વર્જિનીટી ટેસ્ટ કરાવવો જરૂરી હતો પણ તપાસ એજન્સીએ સન્માનના મૂળભૂત અધિકારનો ભંગ કર્યો છે. આરોપીને પણ સન્માન મેળવવાનો અધિકાર છે.
કોર્ટે એ પણ નોંધ્યું છે કે, એવહ પણ અવલોકન કરી શકાય છે અને પુનરાવર્તિત કરી શકાય છે કે, હાલમાં કોઈ કાયદા હેઠળ એવી કોઈ પ્રક્રિયા નથી જે સ્ત્રી આરોપીના “કૌમાર્ય પરીક્ષણ” માટે સત્તા પ્રદાન કરે છે.