રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઇન્દોર ખાતે રમાયેલી ફાઇનલમાં એડવોકેટ સુરેશ ફળદુના પુત્ર રાહીલએ ભાગ લીધો
રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટસ ફુટબોલ દ્વારા અન્ડર-૧૪ બોયસ ફુટબોલની ટુર્નામેન્ટમાં ઇન્દોર મુકામે યોજાયેલા ફાઇનલમાં આણંદની વ્રજભૂમિ ખબ્લીક સ્કુલની ડી.એલ.એસ.એસ. ની ટીમે નાગપુરની ટીમને ૪-૧ થી હરાવી ચેમ્પીયન બની રિલાયન્સ ટ્રોફી હાઁસલ કરી છે.
વધુમાં એડવોકેટ સુરેશ ફળદુના પુત્ર રાહીલ ફળદુએ ટુર્નામેન્ટમાં જબરજસ્ત પરર્ફોમેન્ટ બતાવ્યું છે.
ઇન્દોર મુકામે ટુર્નામેન્ટ રમવા જવા કવોલીફાય થવા માટે પ્રથમ અમદાવાદ મુકમે કુલ પચાસ ટીમો વચ્ચે રમાયેલી અન્ડર-૧૪ ફુટબોલ ટુર્નામેન્ટમાં સેમીફાઇનલમાં નીરમા સ્કુલને હરાવી ફાઇનલમાં પહોચ્યા બાદ કોસમોસ ઇન્ટરનેશનલ સ્કુલ અમદાવાદને હરાવી ગુજરાત ચેમ્પીયન બની રીલાયન્સ કપ હસ્તગત કરી વ્રજભૂમિ પબ્લીક સ્કુલ ઇન્દોર મુકામે રમાયેલી રીલાયન્સ ફુટબોલ ટુર્નામેન્ટમાં જવા ગુજરાતમાંથી કવોલીફાય થયેલી હતી.ચેમ્પીયન ટીમ આગામી ટુંક સમયમાં રમનાર ઓલ ઇન્ડીયા નેશનલ અન્ડર-૧૪ બોયસ ફુટબોલ ટુર્નામેન્ટ મુંબઇ મુકામે રીલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટસ ફુટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જવાના છે.