ઉપપ્રમુખપદે ઝંખનાબેન ચાંપાનેરી અને કારોબારી ચેરમેનપદે મનહરસિંહ રાણાના નામની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ની ચૂંટણી 28મી ફેબ્રુઆરીના દિવસે યોજાઇ હતી ત્યારે પરિણામો પણ આવી ચૂક્યા છે જેને 14 દિવસનો સમય ગાળો થઈ ચૂકયો છે ત્યારે  સુરેન્દ્રનગર ખાતે પાંચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ના હોદ્દેદારો અને પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ ભાઈ મકવાણા સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વિરેન્દ્રભાઈ આચાર્યની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે વિરેન્દ્ર ભાઈ આચાર્ય શહેર પ્રમુખ પણ ભાજપ ના રહી ચૂક્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી ભાજપમાં પોતે આગવી છાપ ઉભી કરી છે ત્યારે આગામી ટર્મ ના પ્રમુખ તરીકે વિરેન્દ્રભાઈ આચાર્યની નિયુક્તિ કરવામાં આવી છે. બીજી તરફ જોરાવનગર ખાતેથી પ્રથમ વખત ચુંટણી લડી અને જીતેલા મહિલા ઉમેદવાર ઝંખનાબેન ચાપાનેરી ને નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઝંખનાબેન પ્રથમ વખત ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા છે ત્યારે ઝંખનાબેન ને વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે વહેલી સવારે નગર પાલિકા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ ભાઈ મકવાણા દ્વારા મહત્વના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ અનેક વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે ફરજ બજાવનાર અને નગરપાલિકાની ચૂંટણી જીતનાર મનહર સિંહ રાણાને કારોબારી ચેરમેન પદ સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકામાં સોંપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ઉપર ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે અને સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે ફરી એક વખત નગરપાલિકા ઉપર પોતાનો કબ્જો કર્યો છે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ની વહેલી સવારે જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

ભાજપના અનેક કોર્પોરેટરોમાં રોષ

સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકા ના પ્રમુખ ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં અનેક દિગ્ગજ નેતાઓના કે જે નગરપાલિકા જીતેલા છે તેવા મોટા નામો કોઈ જવા પામ્યા છે જેને લઇને ભાજપમાં નામ ની જાહેરાત બાદ અંદરોઅંદર વિખવાદ સરજી રહા છે.અનેક દીગજ્જ નેતાઓ ના નામો કાપી અને ભાજપે નવા ચહેરાઓ ને તક આપી છે.અને સુરેન્દ્રનગર પાલિકા માં ભાજપ ની બહુમતી સાથે ભાજપે સત્તા ઉપર સ્થાન નોંધાવ્યું છે. ભાજપ માં નગરપાલિકા ના હોદેદારો ના નામ ની જાહેરાત બાદ અંદરોઅંદર વિખવાદ સર્જવવા ના એંધાણ છે.વઢવાણ ના એક પણ કોર્પોરેટર ને મોટા હોદ્દામાં સ્થાન મળ્યું ન હોવા ના કારણે રોસ જોવાં મળી રહો છે.ત્યારે ભાજપ માં અંદરો અંદર આગામી દિવસો માં વિખવાદ સર્જવવા ના એંધાણ છે.

વઢવાણના જીતેલા ઉમેદવારોની અવગણના

સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ઉપર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે 52 બેઠકોમાંથી 49 બેઠકો ભાજપે જીતી અને સ્પષ્ટ બહુમતી સાથે વહેલી સવારે ફરી એક વખત સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ નગરપાલિકા પોતાના હાથે કબજો કરી અને બનાવી છે જેમાં પ્રમુખ તરીકે જોરાવનગર ના સ્થાનિક રહેવાસી વિરેન્દ્રભાઈ આચાર્ય વોર્ડ નંબર 4 માંથી લડ્યા હતા અને ચૂંટણી જીત્યા હતા ત્યારે તેમને પ્રમુખ પદે આજે વહેલી સવારે જાહેર કરવામાં આવ્યા છે.બીજી તરફ જોરાવનગર ના સ્થાનિક રહેવાસી ઝંખનાબેન ચાપાનેરી વોર્ડ નંબર 10 માં  પ્રથમ વખત  ભાજપમાંથી ચૂંટણી લડી અને જીત્યા હતા  તેમને ઉપપ્રમુખ તરીકેની જાહેરાત વહેલી સવારે નગરપાલિકા ખાતે કરવામાં આવી છે બીજી તરફ સુરેન્દ્રનગર ભાજપના સક્રિય કાર્યકર અને આગેવાનો મનહરસિંહ રાણા વોર્ડ નંબર છ માંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા જેમને કારોબારી ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વઢવાણ સુરેન્દ્રનગર પાલિકા એક થઈ ચૂકી છે ત્યારે વઢવાણના 3 વોર્ડ માં થી 12 કોર્પોરેટર જીત્યા છે પરંતુ કોઈપણ જાતની મોટી જવાબદારી વઢવાણના સ્થાનિક કોર્પોરેટરો અને આપવામાં આવી નથી મોટી જવાબદારી માં ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની આશા વઢવાણના કોર્પોરેટરોને હતી તે પણ વહેલી સવારે નામ જાહેર થયા બાદ પાણી માં ધોવાઈ જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.