૧૦૪ ટેસ્ટમાં ૮૫૮૬ રન જેમાં ર૩ સદી જયારે ૨૫૧ વન-ડેમાં ૮૨૭૩ રન જેમાં ૧પ સદી કરી હતી
ટેસ્ટમાં ૪૦ અને વન-ડે માં ૯૬ વિકેટ પણ ઝડપી હતી. તેનો સ્ટ્રાઇક રેટ ભારતીય ક્રિકેટરોમાં સૌથી ઊંચો છે
ર૯મી માર્ચ ૨૦૦૪નાં દિવસે પાકિસ્તાનના મુલતાન રમાયેલી ટેસ્ટની એક જ ઇનીંગમાં વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે ૩૦૦ થી વધુ રન કરીને ઇતિહાસ રચ્યો હતો. તેની આ ધમાકેદાર ઇનિંગને કારણે પાકિસ્તાની ખેલાડીની ઉંધ હરામ થઇ ગઇ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ રન કરનાર સેહવાગ પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. તેની આ ઇનિંગને કારણે તેને મુલતાનનો સુલતાન અને નજફગઢનો નવાબ એમ બે ઉપનામ મળ્યા હતા. તેને સીકસર લગાવી ને તેવડી સદી પૂર્ણ કરી હતી.
ક્રિકેટ ઇતિહાસમાં વ્યાપક પણે અત્યાર સુધીનો સૌથી વિસ્ફોટક બેટસમેન માનવામાં આવે છે. ર૦ ઓકટોબર ૧૯૭૮માં જન્મેલ સેહવાગે જમણા હાથે ઓફ સ્પીન બોલીંગ પણ કરે છે. તે ૧૯૯૯ માઁ પ્રથમ વન-ડે અને ર૦૦૧ માં પ્રથમ ટેસ્ટ મેચ રમેલ હતો. તેમનાં ક્રિકેટ યોગદાન માટે ર૦૦૮માં વિશ્ર્વના વિઝડન અગ્રણી ક્રિકેટર તરીકે સન્માનીત કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. તે ભારતનો કેપ્ટન – વાઇસ કેપ્ટન, દિલ્હી રણજી ટીમનો કેપ્ટન સાથે આઇ.પી.એલ.મા દિલ્હી કેર ડેવિલ્સનો કેપ્ટન પણ રહી ચુકયો છે. તેનું હુલામાણુઁ નામ ‘વીરૂ ’ પણ છે.
સેહવાગ વિવિધ ટીમો સાથે જોડાયો હતો જેમાં ૧૯૯૭ થી ૨૦૧૪ દિલ્હી રણજી ટીમ, ૨૦૧૫માં હરિયાણા, ૨૦૦૩માં લિસેસ્ટશાયર, ૨૦૦૮-૨૦૧૩ દિલ્હી ડેરડેવિલ્સ, ૨૦૧૪-૧૫ કિંગ્સ ઇલેવન પંજાબ, ૨૦૧૭માં મરાઠા અરેબીયન, ૨૦૧૮ માં હિરા ઇલેવન, સેહવાગ હજી પણ પ્રદર્શન મેચો રમે છે. હમણાં જ લોકડાઉન પહેલ રોડ સેફટી મેચમાં તેને અને સચીને ઓપનીંગ કરીને સારી ફટકાબાજી કરી હતી. સેહવાગે ૭૬ રન બનાવ્યા હતા.
સેહવાગે ૧૦૪ ટેસ્ટમાં ૮૫૮૬ રન જેમાં ૨૩ સદી ને ૩ર અડધી સદી સાથે હાઇએસ્ટ ૩૧૯ નો સ્કોર ૪૭.૩૫ ની એવરેજ થી કરેલ, જયારે ૨૫૧ વન-ડેમાં ૮૨૭૩ રનમાં ૧પ સદી અને ૩૮ અડધી સદી ફટકારી હતી. જેમાં તેની એવરેજ ૪૦.૧૩ રનની હતી.
ઓફ સ્પીન બોલીંગમાં પણ ટેસ્ટમાં ૪૦ વિકેટ તથા વન-ડેમાં ૯૬ વિકેટ ઝડપી હતી. છ રનમાં ૪ વિકેટ લઇને વન-ડેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ હતું. દિલ્હી ક્રિકેટ એસો. ક્રિકેટ સ્ટેડીયમના ગેટ નં.ર ને નામ આપીને સન્માન કરાયું હતું. હાલ તેઓ વિરૂ એકેડમી નામે સ્પોર્ટસ સ્કુલ ચલાવે છે. તેમના કોચ અમરનાથ શર્મા હતા. શોએબ અખ્તર જેવા ફાસ્ટ બોલર સામે ચોકકા-છગ્ગા ની લ્હાણી વિસ્ફોટ સેહવાગ જ કરી શકતો હતો. વન-ડે ફકત ૬૯ બોલમાં સદી કરનાર તે પ્રથમ ભારતીય બેટસમેન છે, બાદ તેને જ ૬૦ બોલરમાં સદી ફટકારીને પોતાનો રેકોર્ડ તોડયો હતો. રર દડામાં ફિફટી ફટકારી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામે ઇંદોર ખાતે ૧૪૯ બોલમાં ૨૧૯ રન બનાવીને રેકોર્ડ સર્જયો હતો. આઇ.સી.સી. દ્વારા ૨૦૦૯ માં તેને વર્લ્ડ વન-ડે ઇલેવનમાં સ્થાન અપાયું હતું.
સેહવાગનો ટેસ્ટમાં એક રેકોર્ડ બહુ ઓછાને ખ્યાલ હશે જેમાં ટેસ્ટમાં ટી ટાઇમ પહેલા વ્યકિતગત ૧૯૫ રનનો સ્કોર ઓસ્ટ્રેલીયા સામે કરેલ હતો. સેહવાગને ર૦૦ર મા, અર્જુન એવોર્ડ ર૦૦૭માં આંતર રાષ્ટ્રીય આઇ.સી.સી.નો ટેસ્ટ પ્લેયર એવોર્ડને ર૦૧૦ ભારતનો પદમથી એવોર્ડ મળેલ હતો. ટેસ્ટ અને વન-ડે બન્નેમાં ઓપનર તરીકે ૭૫૦૦ થીવધુ રન કરવાનો રેકોર્ડ છે. વિશ્ર્વની સૌથી ઝડપે તેવડી અને બેવડી સદીમાં પણ તે દેશમાં મોખરે છે. સેહવાગે કેલેન્ડ વર્ષમાં બે વાર ૧૪૦૦ ઉપર રન કર્યા હતા. સેહવાગ અને સચીન એક માત્ર ભારતીય ક્રિકેટર છે. જેમણે ટેસ્ટ અને વન-ડે બન્નેમાં એક હજારથી વધુ ચોગ્ગા ફટકાર્યા હોય.
વિશ્ર્વભરના તમામ સારા બોલરોની ધોલાઇ કરી લાઇન લેન્થ બગાડનાર સેહવાગ આજે પણ ક્રિકેટ ચાહકોનો પ્યારો છે. ભારતને ઘણા ક્રિકેટરો મળશે પણ ‘વિરૂ ’ જેવો વિસ્ફોટક બેટસમેન મળવો મુશ્કેલ છે. તે મેચની પ્રથમ બોલથી જ વિરોધી ટીમ ઉપર આક્રમણ કરવાનું શરૂ કરી દેતો હતો. આજે પણ સોશ્યલ મીડીયામાં ટવછટરમાં તેની કોમેન્ટથી તે સતત ચર્ચામાં રહે છે. તેને એકવાર લખેલું કે અપના તો અસુલ હૈ…. પહલે આવેદન બાદ મે નિવેદન ઓર ઉસકે બાદ..દે ધના ધન…..