તમામ ફોર્મેટમાં સફળ: વર્ષમાં કુલ ૨૮૧૮ રન કર્યા
વિરાટની ‘વિરાટ’ સિધ્ધિ છે. સતત ૯ ટેસ્ટ સીરીઝ જીતવાની પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી છે. તે તમામ ફોરમેટમાં સફળ છે. વર્ષમાં કુલ ૨૮૧૮ રન કર્યા છે.ભારતની વિજયકૂચનો પ્રારંભ ૨૦૧૫ના શ્રીલંકા પ્રવાસથી થયો હતો. પોન્ટીંગની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયા ૨૦૦૫થી ૨૦૦૮ સુધી સતત ૯ ટેસ્ટ શ્રેણી જીત્યું હતુ.
અત્યારે હવે વિરાટે પોન્ટીંગના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારતે સતત નવમી ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો છે. એક તબકકે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન માર્ક વો સૌથી સફળ કપ્તાન ગણાતો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન રાજય ન્યૂ સાઉથ વેલ્સની રાજધાની સીડનીથી જ વધુ એક ક્રિકેટર ઝળકયો. રીકી પોન્ટીંગ તેણે જૂનીયર ક્રિકેટરમાંથી ખૂબજ જલ્દી આવીને સ્ટીવ વોની જગ્યા ભરી દીધી.
અત્યારે જેમ વિરાટ કોહલીના અગ્રસેનના ફેન વધુ છે તેમ પોન્ટીંગે પણ ઓસ્ટ્રેલીયન ક્રિકેટને નવી ઉંચાઈ આપી હવે વિરાટે ‘વિરાટ’ સિધ્ધિ નોંધાવી છે. તેણે છેલ્લા બે વર્ષમાં આ ૯મી ટેસ્ટ સીરીઝ જીતી લીધી કેમકે તે તમામ ફોરમેટમાં સા‚ રમ્યો છે. તેણે વર્ષમાં કુલ ૨૮૧૬ રન તમામ ફોરમેટમાં ફટકાર્યા છે.