ભારતીય ટીમનાં કોચ તરીકે રવિશાસ્ત્રીને મળી શકે છે એકસટેન્શન
હાલ ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ તરીકેની વરણી ક્રિકેટ એડવાઈઝરી કમિટી દ્વારા કરવામાં આવશે પરંતુ સીએસીનાં હેડ તરીકે કપીલ દેવે જણાવતાં કહ્યું હતું કે, ભારતીય ટીમનાં સુકાની વિરાટ કોહલીનો કોચ માટેનો જે અભિપ્રાય હશે તેનો પણ આદર કરવામાં આવશે ત્યારે સુત્રોનાં જણાવ્યા અનુસાર ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ તરીકે રવિશાસ્ત્રીને એકસટેન્શન મળી શકે તેમ હોય તેવું લાગી રહ્યું છે. વેસ્ટ ઇન્ડિઝ ટૂર પર રવાના થતા પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે જો રવિ શાથી હેડ કોચ તરીકે જારી રહે તો અમને ખુશી થશે. જોકે ક્રિકેટ એડવાઈઝરી કમિટી સી.એ.સી.ના નવા કો-મેમ્બર અંશુમાન ગાયકવાડે કહ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર કોચ પદ માટે ઇન્ટરવ્યૂ લેશે. ગાયકવાડે કહ્યું હતું કે કેપ્ટન કઈ પણ કહી શકે છે. અમને તેનાથી ફર્ક નથી પડતો. એ તેનો પોતાનો મત છે અને તેની નોંધ બીસીસીઆઈ લેશે, અમે નહીં લઇએ. બીજી તરફ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે કોહલીને પોતાનો મત રજૂ કરવાનો પૂરો અધિકાર છે. ગાંગુલી ૨૦૧૭માં સીએસીનો ભાગ હતો જેણે રવિ શાીને ટીમના કોચ તરીકે પસંદ કર્યો હતો. બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ પદ અને સપોર્ટ સ્ટાફ માટે આવેદન માગ્યું છે. રવિ શાથી અને વર્તમાન સપોર્ટ સ્ટાફ સીધું ઇન્ટરવ્યૂ આપશે.
કોહલીએ કહ્યું કે, સી.એ.સી.એ આ અંગે હજી સુધી મારો સંપર્ક સાધ્યો નથી. જો તે મારો વ્યક્તિગત મત ઈચ્છે તો હું જરૂર કહીશ. રવિ ભાઈ સાથે અમારે સારી સમજ અને બોન્ડિંગ છે. અમે ખુશ શુ જો તે કોચ તરીકે જારી રહે તો. જોકે હજી સુધી મારી સાથે આ અંગે કોઈ વાતચીત થઇ નથી. અંશુમાન ગાયકવાડે કહ્યું હતું કે, અમારે ઓપન માઈન્ડ સાથે જવાનું છે. બધું બધા લોકોએ ભારત અને વિદેશી આ પદ માટે અપ્લાઇ કર્યું છે, અમારે ઇન્ટરવ્યૂ લેવાનું છે અને પછી તે પ્રમાણે નક્કી પણ કરવાનું છે. બીસીસીઆઈ અમને એક ગાઇડલાઇન આપશે અને અમે તે પ્રમાણે આગળ વધીશું. અમે જયારે વુમન્સ ટીમ પસંદ કરી હતી ત્યારે પણ અમે કોઈનો સંપર્ક સાધ્યો ન હતો. વર્લ્ડકપ પછી કોચિંગ સ્ટાફનો કાર્યકાળ ૪૫ દિવસ માટે વધારવામાં આવ્યો છે. ટીમ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ૩ ટી-૨૦, ૩ વનડે અને ૨ ટેસ્ટ મેચ રમશે. કોચ પદ માટે ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી, શ્રીલંકાના મહેલા જયવર્દને, ભારતને ૨૦૧૧નો વર્લ્ડકપ જીતાડનાર દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટન, ન્યૂઝીલેન્ડના માઈક હેસને કોચ માટે અપ્લાઇ કર્યું છે. તેમજ ટીમ ઇન્ડિયાના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત અને ઓલરાઉન્ડર રોબિનસિંહે પણ અપ્લાઇ કર્યું છે.