ભારત-દક્ષિણ આફ્રિકા ત્રણ મેચની સિરીઝમાં 1-1ની બરાબરી પર, રાત્રે 9:30 કલાકે મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શનિવારે સિરીઝની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે. બન્ને ટીમ 1-1 મેચ જીતી ચુકી છે. અંતિમ ટી-20માં શ્રેણી જીતવા બન્ને ટીમ જોર લગાવશે. વિરાટ કોહલી ત્રીજી મેચમાં ટી-20માં પોતાના 2 હજાર રન પૂરા કરી શકે છે. આ સિદ્ધિથી તે માત્ર 17 રન દૂર છે. રાત્રે 9:30 કલાકે કેપટાઉનમાં મેચ રમાશે.
વિરાટ પૂરા કરી શકે છે 2 હજાર રન
વિરાટ કોહલીને ટી-20 ઇન્ટરનેશનલમાં 2000 રન પૂરા કરવા માટે 17 રનની જરૂર છે. જો તે સફળ થશે તોભારતનો પ્રથમ અને માર્ટિન ગુપ્ટિલ તથા બ્રેન્ડન મેક્કુલમ પછી વિશ્વનો ત્રીજો બેટ્સમેન બનશે.