દિલ્હીના ફિરોઝશા કોટલા મેદાનમાં શ્રેણીની અંતિમ ટેસ્ટનો પ્રારંભ
શ્રીલંકા સામે ભારત આજથી પ્રારંભિક મેચ જીતી વિરાટ રેકોર્ડ સર્જશે. દિલ્હીના કોટલા ગ્રાઉન્ડ પર સવારે ૯.૩૦ વાગે મેચનો પ્રારંભ થયો હતો. ભારત ૩ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ થી આગળ છે. આજથી ત્રીજી ટેસ્ટનો પ્રારંભ થયો છે તેમાં ભારત સામે શ્રીલંકાને પણ સન્માન મેળવવાની સમાન તકો રહેલી છે.
ભારત સામે શ્રીલંકા આજથી અહી ફિરોઝશા કોટલા ગ્રાઉન્ડ પર શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટ રમવા ઉતરશે.
ત્યારે ક્રિકેટ વિશ્ર્વનો કોઇ ચમત્કારીક અપસેટ જ તેમની તરફેણમાં નવા જૂની કરી શકે છે. બાકી શ્રીલંકાની બીન અનુભવ ટીમ સામે ભારતના સ્ટાર કે જેની ઘર આંગણી વિશ્ર્વની તમામ ટીમો સામે ધાક છે તે કીડી પર કંટક ની કહેવત યાદ કરાવે તેમ છે. ભારત ૧-૦ થી શ્રેણીમાં આગળ છે. અને હવે આખરી ટેસ્ટ ભારત કેટલા દિવસની રમત બાદ જીતી શકે તે જ પ્રશ્ર્નની ચર્ચા ચાહકો કરે છે.
ભારતના કેપ્ટન કોહલી માટે પણ સન્માન મેળવવાની તક એ છે કે સતત ૯ આંતર રાષ્ટ્રીય ટેસ્ટ શ્રેણીસર કરી છે. અને હવે આ શ્રેણી કબજે કરે એટલે રેકોર્ડ સર્જાશે.
ભારતની ટીમમાં કોણ કોણ ?
ભારતનીટીમ આ મુજબ છે. કોહલી, રહાણે, ધવન, વિજય, રાહુલ, પુજારા, રોહિત, સહા, અશ્ર્વિન, જાડેજા, ઇશાંત, ઉમેશ , કુલદીપ યાદવ, વિજય શંકર
શ્રીલંકાની ટીમમાં કોણ કોણ ?
શ્રીલંકાના ચાંડિમલ, કરુનારત્ને, મેથ્યુસ, સમરાવિકમા, શનાકા, થીરીમાને વાન્ડેર્સ, લકમલ ગામાગે, પરેરા, સિલ્વા ચંદાકાના ફર્નાન્ડો ડિકવેલા, ધનજય વિગેરે છે.
આ ટેસ્ટ પણ રોમાંચક બની રહેશે તેમાં શંકાને સ્થાન નથી.