૨૫ વર્ષથી આફ્રિકન ધરતી પર એકપણ ટેસ્ટ સિરીઝ ન જીતવાના ઈતિહાસને બદલવાની આશા સાથે મેદાન પર ઉતરનાર ટિમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી ટેસ્ટમાં પરાજય થતાની સાથે ભારતે ટેસ્ટ સિરીઝ ગુમાવી દીધી છે. બીજી ટેસ્ટમાં 287 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ માત્ર 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેને કારણે ટીમ ઈન્ડિયાનો 135 રને પરાજય થયો હતો.
ભારતીય ટીમના ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરના બેટ્સેમનો બંને ટેસ્ટમાં પ્રદર્શન કરવામાં ફ્લોપ રહ્યાં છે. પ્રથમ ટેસ્ટમાં ફેલ રહેલા શિખર ધવનના સ્થાને લોકેશ રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે તે પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. વિરાટ કોહલીએ બીજી ટેસ્ટમાં પોતાના 150+ રનની ઈનિંગ અંગે કહ્યું હતું કે, ‘મારી આ ઈનિંગનું કોઈ મહત્વ રહેતું નથી કારણ કે ટીમ હારી ગઈ છે, બોલર્સે પોતાનું કામ સારી રીતે કર્યું પણ બેટ્સમેનોની નિષ્ફળતાએ અમને નિરાશ કર્યા.’