ભારતના ૨૭૪ રનમાંથી વિરાટે ૧૭૨ રન અને ૧૪ ચોગ્ગા ફટકાર્યા
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડની ધરતી પર તેની જ સામે સદી ફટકારી ઈતિહાસ રચતા ક્રિકેટપ્રેમીઓમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. એડગ્બાસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી મેચમાં ૧૪ ચોગ્ગા સાથે ૧૭૨ રન ફટકાર્યા હતા. વિરાટ એકમાત્ર બેટસમેન રહ્યો જે અંગ્રેજી બોલરો પર હાવી થયો હોય તેણે પોતાની કારકિર્દીની ૨૨મી સદી ફટકારી હતી. છેલ્લે ૨૦૧૪માં પહેલીવાર કોહલી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ માટે રમ્યો હતો. ત્યારે આ ટેસ્ટમાં ભારત ખરાબ રીતે હારતા અનેક ટીકાઓ કરવામાં આવી હતી. જેનો જવાબ વિરાટે ઈંગ્લેન્ડમાં આવીને આપતા વિદેશી ખેલાડીઓની બોલતી બંધ થઈ ગઈ હતી.
ઈંગ્લેન્ડના પ્રથમ ટેસ્ટમાં ૨૮૭ સામે ભારતે ૨૭૪ રન બનાવ્યા હતા. જોકે ઈંગ્લેન્ડના સેમ કરતે બીજી જ ટેસ્ટમાં તરખાટ મચાવતા માત્ર ૯ રનના ગાળામાં ભારતના ટોપ ઓર્ડરના ત્રણ બેટસમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા પરંતુ ત્યારબાદ કેપ્ટને અડિખમ ઉભા રહીને મીડલ અને લો ઓર્ડરના બેટસમેનોની મદદથી સ્કોર બોર્ડને ફરતું રાખ્યું હતું. કોહલીએ હાર્દિક પંડયાની સાથે ૪૮ રનની ભાગીદારી કરી હતી. આ પછી કેપ્ટન અશ્વિન સાથે ૧૩ અને ઈંશાંત શર્મા સાથે ૩૫ રનની ભાગીદારી કરતા ભારતના સ્કોરને ૨૦૦ને પાર પહોંચાડયો હતો.
ભારત સામે ટેસ્ટના બીજા દિવસે હાર્દિક પંડયાને બેગબિફોર કરીને ચોથી વિકેટ ઝડપી ત્યારે ઈંગ્લેન્ડના ક્રિકેટ ઈતિહાસનો ઈનિંગમાં ચાર વિકેટ ઝડપનાર સૌથી યુવા બોલર બન્યો હતો. અત્યાર સુધીમાં આવો રેકોર્ડ ઈંગ્લેન્ડના બિલ વાસના નામે હતો. જેણે ૧૯૩૦માં ૨૦ વર્ષની વયમાં ચાર વિકેટ વેસ્ટ ઈન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં ઝડપી હતી. જીત મેળવ્યા બાદ વિરાટે તેની અભિનેત્રી પત્ની અનુષ્કાએ આપેલી વીંટીને કિસ કરીને ઉજવણી કરી હતી. આ ટેસ્ટ બાદ દુનિયાભરના લોકો વિરાટને શુભકામના પાઠવી રહ્યા છે.