આજે સાંજે શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ યોજાશે
ગુજરાત – સૌરાષ્ટ્રની ગૌરવમયી ભૂમિ રાજકોટમાં 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી શ્રી વિરાટ વાજપેય મહાસોમયાગ એવમ્ શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું છે.. વિષ્ણુ ગોપાલ યજ્ઞમાં 300થી વધું દંપતીઓએ યજ્ઞમાં બેસી આહુતિ આપી હતી. દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામા આવે છે.જેમાં રવિવારે નંદોમહોત્સવનું ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.લોકો ખૂબ મોટી સંખ્યાના યજ્ઞનો લાહવો લઇ રહ્યાં છે. સોમયજ્ઞમાં દરરોજ અનેક વૈષ્ણવો દર્શનાર્થે આવે છે.છે.બપોર અને રાત્રે પ્રસાદની વ્યવસ્થા રાખવામા આવેલ છે.
સોમવારે શ્રી નાથજીની જાંખીનો કાર્યક્રમનું આયોજન કરેલ છે. આપણી પ્રાચીન સંસ્કૃતિને કદાચ એક જ શબ્દમાં સમેટી લેવી હોય તો તે શબ્દ યજ્ઞ હસે. યજ્ઞ એ મુળ સંસ્કૃતિની યજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. જેનો અર્થ દાન, દેવપૂજન, તથા આહુતિ થાય છે. યજ્ઞ માત્ર પોતાનાં એક માટે જ નહિ , પરંતું સમગ્ર વિશ્વ માટે તમે કરી શકો છો. આજના ભાગદોડભર્યા અને ખૂબ જ વ્યસ્ત જીવનમા મનુષ્ય માનસીક રિતે ખૂબ જ અશાંત હોય છે. ત્યારે યજ્ઞ એક એવું માધ્યમ છે જે કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.
પુરાણોમાં કહેવાયું છે કે યજ્ઞ દ્વારા આયુષ્ય, આરોગ્ય, તેજસ્વીતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃદ્ધિ, ધનપ્રાપ્તિ, અને એશ્વર્ય પ્રાપ્ત થાય છે.ધર્મશાસ્ત્ર માર્તંડ વિદ્વાન 87 સોમયજ્ઞના યશસ્વી પ્રણેતા, પદ્મભૂષણ અનંત શ્રી વિભૂષિત સમયાજી દીક્ષિત ગોસ્વામી ડો. ગોકુલોત્સવજી મહારાજ ના સર્વાધ્યક્ષ સ્થાને તથા પૂ. ડો. વ્રજ્યોત્સવજી મહોદય દ્વારા વિરાટ વાજપેય મહાસોમયાગ એવમ શ્રી વિષ્ણુ ગોપાલ યજ્ઞનું અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે.
સોમયજ્ઞ સુદ્ધ વૈદિક વિષ્ણુયાગ છે. આ યજ્ઞમાં સાધારણ યજ્ઞોની જેમ ’ સ્વાહા’ નહીં પણ ’ વષટ ’ નું ઉચ્ચારણ કરીને વૈશ્વાનર અગ્નિમાં આહુતિ અપાતી હોય છે. સોમયજ્ઞ આપણી પ્રાચીન સંસ્કૃતિનો એવો સર્વોતકૃષ્ટ યજ્ઞ છે કે જેના ગૌરવ અને સર્વતોમુખી મહત્વની બીજા કોઈ યજ્ઞ સાથે સરખામણી ન થઈ શકે. સોમ એક જીવન તત્વ છે, સોમ સંગઠન, સભ્યતા, સફળતા, સંપન્નતા, સુખ,સમન્વય તથા સામાજિકતાનું સૂત્ર છે.
નંદ મહોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ: રાજુભાઈ પોબારૂ
વિરાટ વિરાટ વાજપેય મહાસોમયાગ સમિતિના પ્રમુખ રાજુભાઈ પોબારૂએ જણાવ્યું કે રાજકોટના આંગણે સોમયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે.જેમાં દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. રવિવારે નંદઊત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.સોમયજ્ઞને કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વૈષ્ણવ સંપ્રદાયમા આનંદનું ઘોડાપુર ઉમટ્યું છે.લોકો ખૂબ મોટી સંખ્યામાં યજ્ઞનો લાહવો લઇ રહ્યાં છે. સોમયજ્ઞમાં દરરોજ અનેક વૈષ્ણવો દર્શનાર્થે આવે છે.