- ભાજપના ઉમેદવાર પૂનમ માડમનું ઉમેદવારી પત્ર ભરવા માટે વિજય સંકલ્પ રેલી યોજાઈ
- પાર્ટીના કાર્યકરો દ્વારા ભગવા કલરના સ્મોક સાથેની ભવ્ય આતશબાજી કરાઈ
હાલારનો હુંકાર, પૂનમબેન ફરી એકવાર’ ના સુત્ર સાથે નારી શક્તિના દર્શન થયા
જામનગર ન્યૂઝ : જામનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું ઉમેદવારી પત્ર ભરવા માટે યોજાઈ ગયેલી વિજય સંકલ્પ રેલીમાં હાલારની દીકરીને પ્રચંડ સમર્થન આપવા માટે બહેનોની મોટી સંખ્યામાં ઓશવાળ સેન્ટરમાં હાજરી જોવા મળી અને નારી શક્તિના દર્શન થયા હતા. જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમને આવકારવા માટે જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, તેમજ અન્ય મહિલા કોર્પોરેટરો, અને શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સહિતના મહિલા અગ્રણીઓ પોતાના હાથમાં બેનર- પોસ્ટર લગાવી હાલરનો હૂંકાર, પૂનમબેન ફરી એકવાર સાથે ના સુત્રો દર્શાવીને ભવ્ય આવકાર આપ્યો હતો. પૂનમબેન માડમ જ્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગજી ઠાકુરની સાથે મંચ પર આવવા માટે પ્રવેશ્યા હતા. જે દરમિયાન ઉપરોક્ત તમામ બહેનો દ્વારા પૂનમબેન માડમ ને આવકાર અપાયો હતો. કેન્દ્રીય મંત્રી પણ પૂનમબેન માડમ પ્રત્યેનો જામનગરની સન્નારીઓનો આવકાર નિહાળીને અભિભૂત થયા હતા.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તેમજ સાંસદ પૂનમબેન માડમના આગમન સમયે સમગ્ર ઓશવાળ સેન્ટરમાં કેસરિયો માહોલ છવાયો
જામનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતી પૂનમબેન માડમનું ઉમેદવારી પત્ર ભરવા માટે યોજાયેલી વિજય સંકલ્પ રેલી માટે ખાસ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગજી ઠાકુર તેમજ સાંસદ પૂનમબેન માડમ કે જેઓએ મેદાનમાં પ્રવેશ કર્યો તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભગવા કલરના સ્મોક સાથેની ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી જેને લઈને ઓશવાળ સેન્ટરમાં કેસરિયો માહોલ સર્જાયો હતો. સાથો સાથ સ્મોક મશીન અને ફોગિંગ મશીન વગેરે ની મદદથી કેસરી કાગળો અને કેસરિ પાંદડીઓ નો વરસાદ પણ કરાયો હતો. જેની સાથે કેટલાક સમર્થકો દ્વારા પોતાના હાથમાં તૈયાર રખાયેલા કેસરી કલરના બલૂનને પણ આકાશમાં એકી સાથે છોડવામાં આવ્યા હતા, જેથી સમગ્ર ઓશવાલ સેન્ટરમાં કેસરિયો માહોલ છવાઈ ગયો હતો.
વિજય સંકલ્પ રેલીમાં હાલારના સંતો- મહંતો અને વિવિધ જ્ઞાતિ સંગઠનના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત
૧૨- જામનગર લોકસભા ની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું ઉમેદવારી પત્ર ભરવા માટે યોજાઈ ગયેલી વિશાળ વિજય સંકલ્પ રેલીમાં હાલારના બંને જિલ્લાના સંતો- મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, અને ઉમેદવાર પૂનમબેન માડમનું દેવભૂમિ દ્વારકા ના સુપ્રસિદ્ધ જગત મંદિરના પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પૂજન વિધિ સાથે સંકલ્પ રેલીની શરૂઆત કરાઈ હતી. આ ઉપરાંત વિજય સંકલ્પ રેલીમા હાલારના બંને જિલ્લાના વિવિધ જ્ઞાતિ સંગઠન તથા સામાજિક અને સેવાકીય સંસ્થા ના અગ્રણી હોદ્દેદારો પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા, અને ઉમેદવાર પૂનમબેન માડમને જન સમર્થન આપ્યું હતું.
સાગર સંઘાણી