વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી વન-ડે સીરીઝમાં ૪૩મી સેન્ચ્યુરી ફટકાર્યા બાદ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦ હજારથી વધુ રન બનાવ્યા છે.
જયારે માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર ૬ઠ્ઠા ક્રમ પર આરૂઢ છે. કહેવાય છે કે, કોહલીએ વિરાટ સિદ્ધિ પ્રાપ્ત કરી પ્રથમ ૧૦ વર્ષમાં ૨૦ હજારથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડીઝ સામે ત્રીજી મેચમાં પોતાના કરિયરની ૪૩મી વન-ડે સદી ફટકારવા સાથે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલી ૧૦ વર્ષમાં ૨૦,૦૦૦ ઈન્ટનરેશનલ રન બનાવનારો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેણે બુધવારે સદી ફટકારી ભારતને વેસ્ટ ઈન્ડીઝ સામે ત્રીજી વનડેમાં ૬ વિકેટથી જીત અપાવી. કોહલીએ અણનમ ૧૧૪ રન બનાવ્યા અને ભારતે ડકવર્થ-લુઈસ નિયમ મુજબ ૨૫૫ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક મેળવ્યો અને સીરિઝ ૨-૦થી જીતી લીધી.
એક દાયકામાં સૌથી વધારે રન બનાવવાના મામલે કોહલી બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ (૧૮,૯૬૨ રન)નો નંબર આવે છે.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિક ૧૬,૭૭૭ રનો સાથે આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. આ બાદ ક્રમશ: મહેલા જયવર્ધને (૧૬,૩૦૪ રન), કુમાર સંગાકારા (૧૫,૯૯૯ રન), સચિન ટેંડુલકર (૧૫,૯૬૨ રન), રાહુલ દ્રવિડ (૧૫,૮૫૩ રન) અને હાશિમ આમલા (૧૫,૧૮૫ રન)નો નંબર આવે છે. વન-ડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધારે સદી મારવાના રેકોર્ડ મામલે કોહલી હવે પોન્ટીંગથી એક સદી પાછળ છે.