કોહલીએ રન ચેઇઝ કરવામાં સચીનનો સેન્ચ્યુરીનો રેકોર્ડ તોડ્યો

ભારતે વેસ્ટ ઈન્ડિઝની સાથે પાંચ મેચોની સીરીઝનો અંતિમ મેચ જીતી લીધો છે. વેસ્ટ ઈન્ડીઝે પ્રથમ બેટીંગ કરી ભારતને ૨૦૬નો લક્ષ્ય આપ્યો જેને ભારતે બે વિકેટના નુકશાને ૩૬.૫ ઓવરોમાં જ હાંસલ કરી ઈન્ડીઝને માત આપી હતી ભારતની તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદીની સાથે ૧૦૫ રન બનાવ્યા જેમાં ૧૨ ચોકકા અને એક છકકાનો સમાવેશ છે. કોહલીએ રન ચેસ કરવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરનો સેન્ચ્યુરીનો રેકોર્ડ તોડી પાડયો છે. આ શાનદાર જીતની સાથે ટીમ ઈન્ડીયાએ સિરીઝ ૩-૧થી જીતી છે.

કોહલી અને દિનેશ કાર્તિકની નાબાદ જોડીએ ત્રીજી વિકેટ માટે ૧૨૨ રનોની સાજેદારી કરી દિનેશ કાર્તિકે ૫૦ રનોની સાથે અર્ધશતક બનાવી આ ઉપરાંત, સલામી બેટસમેન અજિંકય રહાણેએ ૨૯ રનોનું યોગદાન આપ્યું તેને વેસ્ટ ઈન્ડીઝના દેવેન્દ્ર બિશુએ આઉટ કર્યો તે બીજી તરફ શિખર ધવન માત્ર ચાર રન જ બનાવી શકયા જેને અલજારી યુસુફે અઉટ કર્યો.

પ્રથમ વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લઈ ૫૦ ઓવરોમાં ૯ વિકેટ ગુમાવી ૨૦૫ રન બનાવ્યા ભારતીય ટીમની રોમાંચક બોલીંગથી વેસ્ટઈન્ડીઝનો એક પણ બેટસમેન લાંબા સમય સુધી ટકી ન શકયો ઈન્ડીઝની એક માત્ર ખેલાડી શાઈ શોપે અર્ધશતક ૫૧ ર બનાવ્યા ભારતીય બોલીંગની વાત કરીએ તો મોહમદ શમી સૌથી કામયાબ બોલર તરીકે સાબીત થયો તેણે ૧૦ ઓવરમાં ૪૮ રન આપી ચાર વિકેટ ઝડપી પાડી.

આ ઉપરાંત ઉમેશ યાદવે ૩, હાર્દિક પંડયા એ ૧ અને કેદાર જાધવે ૧ વિકેટ લીધી આ અંતિમ સિરીઝ અગાઉ ભારત ૫ મેચોની સીરીઝમાં ૨-૧થી આગળ હતુ ટીમ ઈન્ડીયાની આ જીત સાથે સચિનને પાછળ છોડી વિરાટે રન ચેસ કરવાનો natinવિશ્ર્વ રેકોર્ડ નોંધાવી લીધો છે.

કોહલીએ વેસ્ટ ઈન્ડીઝની સામે ૧૨ ચોકકા અને એક છકકાની મદદથી ૧૧૫ બોલમાં ૧૧૧ રન બનાવ્યા ટીમ ઈન્ડીયા લક્ષ્યનો પીછો કરવામાં માહિર છે. તેમાં પણ વિરાટની વાત કરીએ તો, તેમણે ટારગેટનો પીછો કરતા ૧૦૯ મેચોમાં ૨૮મી સદી બનાવી છે તેમજ સૌથી વધુ રન બનાવનારા અને વધુ સેન્ચ્યુરી પોતાના નામે કરનારા પ્રથમ બેટસમેન બની ગયા છે. આ મામલામાં સચિન કરતા પણ વિરાટ આગળ નીકળી ગયો છે. સચિન તેંડુલકરે ૨૩૨ મેચોમાં ૧૭ સદી બનાવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.