ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી વનડે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટ ગુમાવી 40 ઓવરમાં 222 રન બનાવ્યાં છે. આ પહેલાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો લીધો હતો. રોહિત શર્મા રોચની ઓવરમાં 4 રને હેટમાયરને કેચ આપી બેઠો હતો. તો શિખર ધવન પણ નર્સની ઓવરમાં 29 રને LBW આઉટ થયો. નર્સે બીજી વિકેટ લેતાં અંબાતી રાયડૂને 73 રને બોલ્ડ કર્યો હતો. મહેન્દ્રસિંહ ધોની 20 રને મેકકોયની ઓવરમાં બોલ્ડ થયો હતો. આ ભારતની 950મી વનડે મેચ છે. આ આંકડા સુધી પહોંચનારો તે પહેલો દેશ બન્યો છે.
India cricket team captain Virat Kohli becomes the fastest player to score 10,000 ODI runs. He scored in 205 innings. Sachin Tendulkar had made 10,000 ODI runs in 259 innings. #INDvsWI pic.twitter.com/PsFqiT6LTo
— ANI (@ANI) October 24, 2018
ભારતે ગુવાહાટીમાં થયેલી પહેલી વનડેમાં વિન્ડીઝની ટીમને આઠ વિકેટે હરાવી હતી. ત્યારે ભારત માટે બે બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ સદી લગાવી હતી. બંને આ મેચમાં પણ પોતાના ફોર્મને જાળવી રાખવા માંગશે. વિશાખાપટ્ટનમમાં રમાનાર બીજી મેચમાં કેપ્ટન વિરાટ કોહલી સહિત ત્રણ ખેલાડી પોતાની માટે ખાસ રેકોર્ડ બનાવી શકે છે. વિરાટ કોહલી પાસે તો આ મેચમાં ત્રણ-ત્રણ રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે.