વિરાટ કોહલી બીજી વખત પિતા બનવાની અટકળો

anushka virat

એન્ટરટેઇન ન્યૂઝ 

ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે ભારતની વર્લ્ડ કપની પ્રથમ વોર્મ-અપ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ મેચમાં વરસાદના કારણે એક પણ બોલ ફેંકી શકાયો ન હતો. હવે ટીમ ઈન્ડિયા બીજી વોર્મ-અપ મેચ માટે તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે. અહીં મંગળવારે ભારતનો સામનો નેધરલેન્ડ સામે થશે. જોકે, વિરાટ કોહલી આ મેચમાં નહીં રમે. અંગત કારણોસર તેણે અચાનક ટીમ ઈન્ડિયા છોડી દીધી અને મુંબઈ પરત ફર્યા.

એવી અટકળો ચાલી રહી છે કે કોહલીની પત્ની અનુષ્કા શર્મા ગર્ભવતી છે અને તે બીજી વખત માતા બનવા જઈ રહી છે. જોકે, આ સમાચારને હજુ આ કપલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. ટીમ ઈન્ડિયા રવિવારે સાંજે સ્પેશિયલ ફ્લાઈટમાં ચાર કલાકની મુસાફરી પછી ગુવાહાટીથી તિરુવનંતપુરમ પહોંચી હતી. પરંતુ કોહલી આ ગ્રુપનો ભાગ નહોતો. કોહલીએ વ્યક્તિગત કારણથી ઇમરજન્સીમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ પાસેથી રજાની વિનંતી કરી હતી, તેથી તે તાત્કાલિક ગુવાહાટીથી મુંબઈ ગયો હતો.

virushka family

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ કપવ પોતાની ક્યુટનેસને લઇને તો ચર્ચામાં હોય જ છે. અભિનેત્રી બીજી વખત ગર્ભવતી હોવાની ચર્ચા થઇ રહી છે. જોકે, આ કપલે હજુ સુધી બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી નથી. હવે અનુષ્કા શર્મા બીજી વખત ગર્ભવતી હોવાના સમાચાર વચ્ચે ગુવાહાટીમાં વર્લ્ડકપ 2023ની વોર્મ-અપ મેચોમાં વ્યસ્ત વિરાટ કોહલીને ઉતાવળે મુંબઈ પરત ફરવું પડ્યું હતું. કોહલી સોમવારે સાંજ સુધીમાં તિરુવનંતપુરમમાં ટીમ સાથે જોડાઈ તેવી વાત હતી. જો આમ થશે તો તે મેચનો ભાગ બની શકશે. ભારતીય ટીમનું સોમવારે વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન છે. જો હવામાન સારું રહે તો ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.