ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના કરોડો ફ્રેન્ડસ છે યુવતીઓ તો તેમની સાથે લગ્ન કરવા તલ પાપડ થઇ રહી છે ત્યારે તાજેતરમાં વિરાટ કોહલીને પાકિસ્તાનથી લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે પરંતુ પ્રસ્તાવ મોકલનારને જાણી તમે પણ ચોંકી જશે.
વાસ્તવમાં પાકિસ્તાનથી વિરાટ કોહલીને લગ્નનો પ્રસ્તાવ કોઇ યુવતીએ નહી પરંતુ એક પુરુષ આપ્યો છે આ વ્યક્તિ પાકિસ્તાનના લાહોરનો પોલીસ જવાન હોવાનું કહેવામાં આવી રહ્યુ છે તે પોલીસ જવાને ૧૫ સપ્ટેમ્બર રોજ લાહોરના ગદાફી સ્ટેડીયમ ખાતે રમાયેલી પાકિસ્તાન અને વર્લ્ડ ઇલેવન વચ્ચેની મેચ દરમિયાન જાહેરમાં વિરાટને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.
વાસ્તવમાં એક ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહ્યો છે તેમાં એક વ્યક્તી હાથમાં પોસ્ટર સાથે ઉભો છે જેમાં લખ્યુ છે કોહલી મૈરી મી ઉલ્લેખનીય છે કે આ અગાઉ લાખો યુવતીઓ કોહલીને પ્રપોઝ કરી ચુકી છે. પરંતુ આવા પ્રથમ વખત બન્યુ છે. જ્યારે કોઇ પુરુષે કોહલીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો છે. આ અગાઉ પણ ઇંગ્લેન્ડની મહિલા ટીમની ખેલાડી ડેનિયલ વેટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કરી ચુકી છે.જ્યારે સૌ કોઇ કોહલી અને અનુષ્કાના સંબંધો વિશે જાણે છે.