Forbes એ દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. જેમાં ટોપ ૧૦ માં એક માત્ર ભારતીય ખેલાડી છે અને તે નામ વિરાટ કોહલીનું છે.
રસપ્રદ વાત એ છે કે, કમાણીની બાબતમાં વિરાટ કોહલીએ બાર્સિલોનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીને પણ પાછળ છોડી દીધો છે.
દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં ૧૪.૫ મીલીયન ડોલર કમાણી સાથે વિરાટ કોહલી ૭ માં સ્થાન પર છે. ત્યારે લિયોનેલ
મેસી ૧૩.૫ મીલીયન ડોલર કમાણી સાથે ૯ માં સ્થાન પર છે.
ફોર્બ્સએ દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની આ યાદી તેમની કમાણીના આધારે તૈયાર કરી છે. આ યાદીમાં ૧૯ ગ્રાન્ડ સ્લેમ જીતનાર સ્વિટ્ઝર્લૅન્ડના ટેનીસ ખેલાડી રોઝર ફેડરર નંબર વન પર છે.
તેમની કમાણી ૩૭.૨ મીલીયન ડોલર મૂલ્યાંકન કરવામાં આવી છે. બાસ્કેટબોલ પ્લેયર લેબ્રાન જેમ્સ ૩૩.૪ મીલીયન ડોલરની કમાણીના સાથે રોઝર ફેડરર બાદ બીજા સ્થાન પર છે.
સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સની લિસ્ટ આ પ્રકારે છે :
૧. રોઝર ફેડરર (૩૭.૨ મીલીયન ડોલર)
૨. લેબ્રોન જેમ્સ (૩૩.૪ મીલીયન ડોલર)
૩. ઉસેન બોલ્ટ (૨૭ મીલીયન ડોલર)
૪. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (૨૧.૫ મીલીયન ડોલર)
૫. ફિલ મિકેલસન (૧૯.૬ મીલીયન ડોલર)
૬. ટાઈગર વુડ્સ (૧૬ મીલીયન ડોલર)
૭. વિરાટ કોહલી (૧૪.૫ મીલીયન ડોલર)
૮. રોરી મેકલેરોય (૧૩.૬ મીલીયન ડોલર)
૯. લિયોનેલ મેસી (૧૩.૫ મીલીયન ડોલર)
૧૦. સ્ટીફન કરી (૧૩.૪ મીલીયન ડોલર)