દેશના રાજકારણમાં ચૂંટણી પ્રચાર માટે બોલીવુડ સેલિબ્રિટીને બોલવવામાં આવે તે સામાન્ય બાબત બનતી જાય છે. પરંતુ હાલમાં નેતાઓ દ્વારા ચૂંટણીના પ્રચાર માટે કોઈ પણ સેલિબ્રિટીને બોલાવીને મોટી સંખ્યમાં ભીડ એકત્ર કરવામાં આવી રહી છે.
તેવો જ એક કિસ્સો હાલમાં મહારાષ્ટ્રમાં બન્યો છે. જ્યાં સરપંચની ચૂંટણી પ્રચાર માટે વિરાટ કોહલી પહોંચ્યો હતો.મહારાષ્ટ્રના રામલીંગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર વિઠ્ઠલ ગણપત ઘાવટેએ પોતાના ચૂંટણી પ્રચાર માટે કંઈક આવુ જ કર્યુ. તેમણે પોતાના પ્રચાર માટે જે બેનર છપાવ્યા, તેના પર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો ફોટો લગાવીને લખ્યું કે વિરાટ તેમના માટે રેલીમાં પ્રચાર કરશે.
આ જોતાં મોટી સંખ્યમાં લોકો વિરાટ કોહલીનું નામ જોઈને ઉત્સાહમાં આવી સભામાં પહોંચ્યા હતા. પરંતુ સમય પર જ્યારે તે લોકો રેલીમાં ગયા તો ત્યાં વિરાટ કોહલી નહીં, તેમનો હમશકલ જોવા મળ્યો. વિરાટના હમશકલને ત્યાં જોઈને લોકો ચોંકી ગયા હતા. જેના પછી લોકો દ્વારા ટ્વિટર પર તેની ઘણી મજાક કરવામાં આવી રહી છે. ઘણાં લોકો આને સસ્તી રાજનીતિ ગણાવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com