ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક પછી એક સતત મેચ બાદ આરામને પ્રાધાન્ય આપ્યું છે. “દરેક ક્રિકેટર વર્ષભરમાં 40 મેચ રમતો હોય છે. જેમની પાસે કામનો વધારે બોજ છે તેને આરામ જરૂર મળવો જોઇએ”, આમ કહેવું છે ભારતના સ્ટાર ખેલાડી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું.

શ્રીલંકા વિરુદ્ધ ગુરુવારથી શરૂ થઇ રહેલી કોલકતા ટેસ્ટ પહેલા વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિરાટ કોહલીને પ્રેસ કોન્ફરન્સમાં પહેલી બે ટેસ્ટમાં હાર્દિક પંડ્યાને આરામ આપવાને લઇને સવાલ કરવામાં  આવ્યો હતો. જેના જવાબમાં વિરાટે કહ્યું હતું કે “હવે મને પણ આરામની જરૂર છે”.

હાલ વિરાટ કોહલીના આરામ લેવા અંગે સમાચારોમાં છે. તેમના સતત ક્રિકેટ રમવા અને દક્ષિણ આફ્રિકા પ્રવાસને જોતા એવું લાગી રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે ત્રીજી ટેસ્ટમાં તથા T20 સિરીઝમાં કોહલીને આરામ આપવામાં આવી શકે છે. સુત્રોનું માનિએ તો  બતાવવામાં આવી રહ્યું છે. ગત વર્ષે વિરાટ કોહલીએ આખા વિશ્વમાં સૌથી વધારે ક્રિકેટ રમ્યો છે. તેને આરામ આપવાની જરૂર છે.

મહત્વનું છે કે વિરાટ કોહલીનં કહેવું છે કે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડીઓને આરામની જરૂર છે. મને પણ આરામની જરૂર છે’. કોહલીએ અહીં પ્રશ્ન કર્યો હતો કે શું તેને આરામની જરૂર નથી? કોહલીએ કહ્યું ”કે જ્યારે મને લાગે કે મારા શરીરને આરામની જરૂર છે તો હું તે અંગે કહુ છુ. હું રોબોટ નથી. તમે મારી ચામડીને કાપીને જોઇ શકો છો, તેમાંથી લોહી નીકળશે”. વિરાટે કહ્યું કે દેશ માટે રમાતી દરેક મેચ મહત્વપૂર્ણ હોય છે. અમે અમારી જીતનો સિલસિલો જાળવી રાખવા માંગીએ છીએ.

ભારતીય ટીમ 16 નવેમ્બરે શરૂ થઇ રહેલી ત્રણ મેચોની સિરીઝમાં શ્રીલંકા પર જીતનો ક્રમ જાળવી રાખવાના નિશ્ચય સાથે ઉતરશે. શ્રીલંકાઇ ટીમ શરમજનક હારને ભુલાવીને અહી ટેસ્ટ સિરીઝમાં જીતના અશક્ય સપનું પૂર્ણ કરવા ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.