કોહલીએ આ ‘વિરાટ’ સિધ્ધિ ૧૯ ટેસ્ટ મેચમાં જ હાંસલ કરી, જયારે ગાંગૂલીએ ૨૮ ટેસ્ટની કેપ્ટનશિપ દરમિયાન આ સિધ્ધિ મેળવી હતી
ભારતીય કપ્તાન વિરાટ કોહલી વિદેશની ધરતી પર દેશના સૌથી વધારે રન બનાવનાર કેપ્ટન બન્યા છે. વિરાટ કોહલીએ ઈગ્લેન્ડની સામે નોટીધમમાં ટ્રેંટબિઝની ત્રીજી ટેસ્ટની શરૂઆતનાં દિવસે જ એક પથદર્શક રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ સૌરવ ગાંગૂલીના હસ્તક હતો સૌરવ ગાંગુલીને વિદેશી ધરતી પર પોતાની કેપ્ટનશીપ અંતર્ગત ૧૬૯૩ રન બનાવ્યા હતા જયારે વિરાટે આ રેકોર્ડ તોડી ૧૭૩૧ રન બનાવ્યા.
જોકે વિરાટ ‘નર્વસ નાઈન્ટી’નો શિકાર પણ બન્યા કોહલીને ૯૭ રને જ આદિલ રશીદે આઉટ કરી દીધો કોહલીને ઈગ્લેન્ડની સામે એડબસ્ટન ક્રિકેટ મેદાનમાં શાનદાર શતક બનાવ્યા હતા જો કે આ વખતે તે ૯૭ રને જ આઉટ થઈ ગયો. વિરાટ આ વિરાટ સ્કોરને પાર કરવા ૧૯ ટેસ્ટ રમવી પડી જયારે ગાંગુલી ૨૮ ટેસ્ટ રમ્યા હતા.
જયારે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ૩૨.૪૬ના રનરેટ સાથે ૧૫૯૧ રન સાથે ત્રીજા સ્થાન પર છે. ધોનીએ વિદેશી ભૂમિ પર કપ્તાનના રૂપે ૩૦ ટેસ્ટ મેચ રમ્યા છે. આઉપરાંત મહંમદ અઝદીન ૨૭ ટેસ્ટ મેચ રમીને ૧૫૧૭ રન બનાવ્યા છે. તો રાહુલ દ્રવિડે ૪૬.૮૮ના રનરેટ સાથે ૧૨૧૯ રન બનાવી પાંચમુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘ધ વોલ’ના નામે સંબોધિત કરતા દ્રવિડે ૧૭ ટેસ્ટ મેચ વિદેશી ધરતી પર કેપ્ટન તરીકે રમ્યા છે. આ અગાઉ કોહલી ઈગ્લેન્ડની સામે ૧૦૦૦ રન બનાવનાર ૧૩માં ભારતીય ક્રિકેટર બન્યા.
ભાર્તીય ક્રિકેટર સુપરસ્ટાર સચિન તેંડુલકરે ઈગ્લેન્ડની સામે ૨૫૩૫ રન સાથે સૂચીમાં સૌથી ઉપર છે. તેમણે ૫૧.૭૩ ના રનરેટ સાથે સાત સેન્ચુરી અને ૧૩ અર્ધ સેન્ચુરી ફટકારી હતી. તેંડુલકર ઉપરાંત સુનીલ ગાવસ્કર ૨૪૮૩, રાહુલ દ્રવિડ ૧૯૫૦, ગુડપ્પા વિશ્ર્વનાથ ૧૮૮૦, દિલીપ વેંગસરકર ૧૫૯૮, કપીલ દેવ ૧૩૫૫ મહંમદ અઝદીન ૧૨૭૮, વિજય માંજરેકર ૧૧૮૧, મહેન્દ્રસિંહ ધોની ૧૧૫૭, ફારોક અભિયંતા ૧૧૧૩, ચેતેશ્વર પૂજારા અને રવિશાસ્ત્રી ૧૦૨૬, એવા ભારતીય ક્રિકેટરો છે જેમણે ઈગ્લેન્ડની સામે ૧૦૦૦થી પણ વધારે રન કર્યા છે.