કાલે કાલાવડ રોડ ઉપર જનજાગૃતિ રેલી
એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા વિશ્વ એઇડસ દિવસ અંતર્ગત વિવિધ ઉજવણીના ભાગરુપે અને વિરાણી સ્કુલનાં ધો. ૯ થી ૧ર નાં ૧૪૦૦ છાત્રોએ વિશાળ રેડ રિબન બનાવી હતી. આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, તથા સંસ્થાના ચેરમેન અરુણ દવેના માર્ગદર્શન તળે નારાબાજી સાથે એઇડસની સમજ છાત્રોને અપાઇ હતી. એ.આઇ.ડી. એસ. ના ચાર અક્ષરોમાં એન.સી.સી. ના છાત્રોએ એઇડસ પ્રતિકૃતિ બનાવી હતી.
આ તકે નિવૃત આર.ટી.ઓ. જે.વી. શાહ, વિશાલ કમાણી, આશિષ ધામેચા, શૈલેષ પંડયા સાથે શાળા સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો. શાળાના સ્પોર્ટસ ટીચર જી.બી. હિરપરા, રાજુભાઇ બામટાએ વ્યવસ્થા સંભાળી હતી.
આવતીકાલે સવારે ૮.૩૦ કલાકે કે.કે.વી. ચોક, જી.ટી. શેઠ સ્કુલથી કોટેચા ચોક અને કોટેચા ગર્લ્સ સ્કુલની છાત્રોઓ કોટેચા ચોકથી અંડર બ્રીજ સુધી જનજાગૃતિ રેલી નીકળશે જેમાં બેનરો પે ફલેટ સુત્રોનો પ્રચાર છાત્રો કરશે.
૧લી ડિસે. રવિવારે સાંજે પ કલાકે સ્વામીનારાયણ મંદીર સામે કાલાવડ રોડ ખાતે લાલ ફુગ્ગાની વિશાળ રેડ રિબન છાત્રો હવામાં તરતી મુકાશે જેમાં એઇડસને ટાટા, બાયબાય કહેવાશે તા. ૧-૧ર થી ૩૧ મી માર્ચ સુધી એઇડસ પ્રિવેન્ટશન કલબ દ્વારા બસો થી વધુ કાર્યક્રમો યોજાયા છે. તેમ ચેરમેન અરુણ દવેએ જણાવેલ છે.
પ્રિન્સીપાલ હરેન્દ્રસિંહ ડોડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્ર્વમાં ૧લી ડીસેમ્બર એઇડસ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તયારે છેલ્લા ૧૦ વર્ષથી વિરાણી હાઇસ્કુલ અને એઇડસ પ્રિવેન્સન કલબના સંયુકત ઉપક્રમે રેડ રીબનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. એઇડસ ડેની પૂર્ણ પ્રભાતે વિરાણી હાઇસ્કુલના ધો. ૯ થી ૧ર ના ૧૪૦૦ જેટલા વિઘાથીઓ દ્વારા રેડ રીબીનનું આયોજન કરવામાં આવેલ છે. એઇડસ જનજાગૃતિનો સંદેશ ચલાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ૩.૫ કરોડ જેટલા એઇડસના દર્દીઓ છે જેમાંથી ૧ કરોડ જેટલા તો માત્ર ભારતમાં જ ત્યારે ભારત માટે આ એક બહુ ગંભીર બાબત કહેવાય અને રાજકોટ જીલ્લામાં ર૦ થી ર૪ હજાર જેટલા એઇડસના દર્દીઓ છે. આની કોઇ દવા ન હોવાથી ખુબ જ ગંભીર રોગ છે. તેમ ગણી શકાય. ત્યારે સમગ્ર રાજકોટમાં વિઘાર્થીઓ દ્વારા આ જન જાગૃતિ ફેલાવામાં આવે છે.
અરૂણભાઇ દવે એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૧લી ડીસેમ્બર વિશ્વ એઇડસ દિવસ સમગ્ર વિશ્વ એઇડસ દિવસની ઉજવણી આગામી જે રવિવાર આવે છે ત્યારે થશે પરંતુ રાજકોટમાં એઇડસ ડેના આગલા દિવસોથી જ સમગ્ર રાજયમાં જન જાગૃતિ ફેલાઇ એટલા માટે કાર્યક્રમો કરે છે. ગઇકાલે મીણબત્તીના માઘ્યમથી સરસ મજાની કેન્ડલ લાઇટ રીબન બનાવી આજે પણ ૧૪૦૦ જેટલા ધો. ૯ થી ૧ર ના છાત્રોની મદદથી એક છાત્રો સાકળ કરી રેડ રીબન એક સુંદર પ્રતિકૃતિ કરી આવતીકાલે કે.કે.વી. હોલથી શરુ કરી કોટેચા ચોક, જી.ટી. શેટ સ્કુલના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવશે. રવિવારે ગુજરાત સરકારના સહયોગથી કોર્પોરેશન ખાતેથી ચૌધરી હાઇસ્કુલ સુધીની રેલીનું આયોજન થશે. રાત્રે લાલ ફુગ્ગાની રીબીન બનાવી હવામાં તરતી મુકવામાં આવશે.
જયદીપ સિસંગીયા વિઘાર્થીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષ બધી સ્કુલો એઇડસ વિશે જાગૃતિ મળે તે માટે ૧લી ડીસેમ્બરના રોજ એઇડસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આજે અમારી સ્કુલ દ્વારા બધાને પ્રેરણા મળે તે માટે બે દિવસ અગાઉ જ આ ઉજવણી કરવામાં આવી હતી. વિરાણી સ્કુલનો રેકોર્ડ છે કે દર વર્ષ કંઇક નવું કરીએ છીએ. આજે વિઘાર્થીઓ દ્વારા રેડ રીબીન બનાવવામાં આવી હતી. અને વિઘાર્થીઓને એઇડસ વિશે માર્ગદર્શન તથા તેના ઉપાયો પણ જણાવવામાં આવે છે કારણ કે યુવા પેઢી એજ દેશનું ભવિષ્ય છે.